રાજકોટ
News of Monday, 11th January 2021

તમારૃ નામ મતદાર યાદીમાં કયાં છે? સર્ચ એન્જીનમાં જોઇ લ્યોઃ મહેશ જોષી

રાજકોટ, તા., ૧૧: રાજય ચુંટણી પંચના સચીવ મહેશ જોશી જણાવે છે કે  ફેબ્રુઆરી ર૦ર૧માં યોજાનાર સ્થાનીક સ્વરાજયના એકમોની સામાન્ય ચુંટણીની મતદાર યાદી વિસધાનસભાની તા.૧ જાન્યુઆરી-ર૦ર૧ના ની લાયકાતની તારીખની સ્થિતિએ પ્રસિધ્ધ થયેલ તા. ૯ નવેમ્બર-ર૦ર૦ અને તા.૧ ડિસેમ્બર-ર૦ર૦ના ડ્રાફટ પરથી તૈયાર કરવામાં આવેલ છે. રાજય ચુંટણી આયોગ દ્વારા તૈયાર કરાવેલ મતદાર યાદીની પ્રાથમીક પ્રસિધ્ધિ તા.પ જાન્યુઆરી-ર૦ર૧ ના રોજ કરવામાં આવેલ છે.મતદારો વિધાનસભાની જેમ જ સ્થાનીક સ્વરાજયનાં એકમોની મતદાર યાદીમાં પોતાનું નામ કયા વોર્ડ-મતદાર મંડળમાં છે તે જોઇ શકે તે હેતુથી મતદારો માટે સર્ચ એન્જીન તૈયાર કરીને રાજય ચુંટણી આયોગની વેબસાઇટ (sec.gujarat.in) ના હોમ સ્ક્રીન પર મુકવામાં આવેલ છે. મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં પોતાના નામ પરથી અથવા epic નંબરના આધારે નીચે મુજબની વેબ સાઇટના માધ્યમથી જોઇ શકાશે.

(1) sec.gujarat.in/

(2) secsearch.gujarat.gov. in/search/

(1:17 pm IST)