રાજકોટ
News of Monday, 11th January 2021

રાજકોટમાં સમગ્ર દેશનું સૌથી મોટું 'કરુણા અભિયાન-2021' શરૂ ઘવાયેલાં પક્ષીઓની સ્થળ ઉપર જ નિઃશુલ્ક સારવાર અપાશે

30 વેટરનરી ડોક્ટર્સ,60 જેટલાં પેરામેડિકલ સ્ટાફ,100 જીવદયાપ્રેમી કાર્યકર્તાઓનાં સથવારે કરુણા અભિયાન

ગુજરાતનાં જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનિમલ હેલ્પલાઇન,રાજકોટ) દ્વારા તા.10 જાન્યુઆરીથી તા.20 જાન્યુઆરી દરમિયાન પતંગનાં દોરાથી ઘવાયેલાં પક્ષીઓની સ્થળ ઉપર જ નિઃશુલ્ક સારવાર માટે 30 વેટરનરી ડોક્ટર્સ,60 જેટલાં પેરામેડિકલ સ્ટાફ,100 જીવદયાપ્રેમી કાર્યકર્તાઓનાં સથવારે તેમ જ જિલ્લા વહીવટી તંત્ર,ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ,પશુ પાલન વિભાગ,રાજકોટ મહાનગર પાલિકા,પી.જી.વી.સી.એલ,જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી,આણંદ વેટરનરી કોલેજ,જૂનાગઢ વેટરનરી કોલેજ વિ.સરકારી તંત્રો-સંસ્થાઓનાં સથવારે,દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટમાં સમગ્ર દેશનું સૌથી મોટું 'કરુણા અભિયાન-2021' શરૂ થઇ ચૂક્યું છે.અનેકવિધ કંટ્રોલ રૂમ શરૂ કરાઈ રહ્યાં છે.

રાજકોટનાં જીવદયા પ્રેમી કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનજી સતત આ કરુણા અભિયાનને પોતાનું અધ્યક્ષીય માર્ગદર્શન,સહકાર આપી રહ્યાં છે.
કરુણા અભિયાન-2021નાં વિધિવત શુભારંભ સદર પશુ દવાખાનું,ફૂલછાબ ચોક,રાજકોટ ખાતે સવારે 11.30 કલાકે થયો છે
  કરુણા અભિયાન-2021નાં મિતલ ખેતાણી,જયેશ ઉપાધ્યાય,પ્રતીક સંઘાણી,ચંદ્રકાંતભાઇ શેઠ,રમેશભાઈ ઠક્કર,ધીરેન્દ્ર કાનાબાર,એડવોકેટ કમલેશભાઈ શાહ,ઘનશ્યામભાઈ ઠક્કર,ડો.માધવ દવે,ચંદ્રેશભાઈ પટેલ,રાહુલ ખીવસરા,ડો.શૈલેષ જાની,કેતન બોરીસાગર તથા સાથી ટિમ જહેમત ઉઠાવી રહી છે
  કરુણા અભિયાન-2021માં શ્રીરવિ પ્રસાદ (ના. વન સંરક્ષણ નિયામક) , નિવૃત વન સંરક્ષક પી.ટી.શિયાણી, ડો. ખાનપરા ( ના. પશુ પાલન નિયામક) , ડો. દેલવાડિયા , ડો. હિરપરા ( ઝુ સુપ્રીટેન્ડન્ટ) , ડો. જાકાસણીયા ( વેટ. ઓફિસર RMC)નો વિશેષ સહયોગ સાંપડ્યો છે
વિશેષ માહિતી માટે મોં :9824221999/9998030393) નો સંપર્ક સાધી શકાય છે

(9:27 am IST)