નેશનલ રોલર સ્કેટીંગમાં સુંદર દેખાવ
રાજકોટ : તાજેતરમાં ચંદીગઢ ખાતે નેશનલ સ્કેટીંગ સ્પર્ધામાં રોલર બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાઇ ગઇ. જેમાં ૧૯થી વધારે રાજયોના ૭૦૦થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. આર્ટીસ્ટીક સ્કેટીંગમાં રાજકોટના પૂજા હોબી સેન્ટરની ૪ વર્ષની દિકરી રાહી નાગવેકર પ્રથમ, યશ શાહ તથા સીમરન તંતી સેકન્ડ અને ખુશ ઠક્કર ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. સ્પીડ સ્કેટીંગમાં રાહી નાગવેકર પ્રથમ, નમન પંડયા પ્રથમ, સીમરન તંતી ત્રીજો તથા ખ્વાબ અંતાણી ત્રીજો નંબર મેળવેલ હતો. ઓવરઓલ આર્ટીસ્ટીક ચેમ્પીયનશીપ બાળકોએ મેળવેલ હતી. આ કોમ્પીટીશીનમાં મહેમાન તરીકે પવન કુમાર બંસલ, ફોર્મર યુનિયન મીનીસ્ટ્રી ઓફ રેલ્વે ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા તથા પ્રથમ દિવસે એચ.એસ. લક્કી એકસ ડેપ્યુટી મેયર એન્ડ જનરલ સેક્રેટરી ઓફ ચંદીગઢ કોંગ્રેસ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ વિજેતા બાળકો આગામી ટૂંક સમયમાં જ ઇન્ટરનેશનલ સ્કેટીંગ કોમ્પીટીશનમાં રમવા જશે.