રાજકોટ
News of Tuesday, 10th December 2019

મહિલાઓ અને તેમના અધિકારો

૧૦ ડીસેમ્બર એટલે આંતરરાષ્ટ્રિય માનવઅધિકાર દિવસ, ૧૦ ડીસેમ્બર ૧૯૪૮ માં સંયુકત રાષ્ટ્રસંઘ માનવ અધિકારોની ઘોષણા થઈ અને માનવીને માનવમાત્ર હોવાનાં સંદર્ભે પ્રાપ્ત અધિકારો સંદર્ભે આ ઘોષણાઓ વધારે પ્રસ્તૃત અને એક મુદ્રા લેખ સમાન ઘોષણાપત્ર ગણવામાં આવે છે. સાદિ ભાષામાં માનવ અધિકાર એટલે જીવન જીવવાનો, સ્વાતંત્રનો, સમાનતાનો અને દરરજા સંદર્ભે બંધારણ દ્વારા સુનિશ્ચત કરાયેલ અધિકાર, અન્ય એક વ્યાખ્યા જોતા માનવ અધિકાર એટલે વ્યકિતને પ્રત્યેક સામાજીક લાભો અને મુલ્યોનાં સંદર્ભે પ્રાપ્તા અધિકાર. મુળભુત રીતે ૨૦૧૫નાં મેગ્નાકાર્ટ, ૧૬૮૮ નાં પીટીસન ઓફ રાઈટ, ૧૭૭૦ની અમેરિકાની સ્વાતંત્રતાની ઘોષણાઓ તથા ૧૭૯૧ બીલ ઓફ રાઈટસનાં પરિપાક રૂપે સાનફાન્સીસકયોમાં ર૬ મી જુન ૧૯૪૫ માં ચાર્ટડ સ્વીકારવામાં આવ્યું અને ૧૯૪૮ માં તે સ્વીકારવામાં આવ્યુ.

  વર્તમાન સંદર્ભમાં જોવા જઈએ તો આજે વર્તમાનપત્ર ખોલો અને દરેક તાના ઉપર અલગ-અલગ શહેર અને રાજયોમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ જોવા મળે છે. હૈદરાબાદની અને ઉનાઉની ઘટનાઓ કાળજુ કંપાવનારી છે. એટલુ જ નહી પરંતુ રાજકોટ જેવા શહેરમાં ૮ વર્ષની બાળકીને વાસનાન્યો શિકાર બનાવી ફેંકીદેવી જેવી ઘૃણાસ્પદ ઘટના સમાજ જીવનમાં ચિંતા કરાવે તેવી છે.

પોલીસ તંત્ર અને પ્રચાર માધ્યમોની જાગૃતિ ચોકકસ પણે સારી રહી છે અને દેશ ભરની જનતા તેલંગણા પોલીસને અભિનંદન આપે છે અને રાજકોટ પોલીસને પણ અભિનંદન છે કારણ કે, આરોપીને પકડી પાડેલ છે પરંતુ વાસ્તવમાં માનવ અધિકારનાં દિવસે સ્ત્રીઓનાં અંંધકારોનું શું? તે આપણા માટે ખાસ વિચાર કરાવી મુકે તેવી બાબત છે. માનવ અધિકાર દિન હોય કે કાનુની જાગૃતિ દિવસ હોય પરંતુ સ્ત્રીઓ ઉપર વધતા જતા અત્યાચારો આપણા સૌ માટે ચિંતાનો વિષય છે ત્યારે માનવ અધિકારનાં વ્યાપક સંદર્ભમાં મહિલાઓ માટે ઘણા બધા કાયદાઓની સચના કરવામાં આવી છે; કાયદાની રચનાની સાથો સાથ તેનું અમલીકરણ અને પીડીતને ન્યાય તે સાચો માનવ અધિકાર છે. હવે મહિલાઓને કાયા પ્રકારના અધિકારો પ્રાપ્ત છે તેની ઉપર દ્રષ્ટિપાત કરીએ તો,

 એતિહાસિક પૂર્વભૂમિકા  : વૈદિક યુગમાં ભારતમાં સ્ત્રી - પુરૂષ વચ્ચે ભેદભાવ રખાતો ન હતો. સામાજીક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રોમાં સ્ત્રી પુરૂષ સમાન જ ગણાંતા હતા પરંતુ વિશાળ હિંદુસ્તાન પર કાળકમે શક, હુણ, કુશાણ, મોગલ,બ્રિટીશ વગેરે સંસ્કૃતિઓનું આક્રમણ થતાં સ્ત્રીઓનાં દરજજે (સ્ટેટસ) થોડો નીચે ઉતર્યો. પરદાપ્રથા, સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવી, કેટલાક અધિકારોથી વંચિત રાખવી, સ્ત્રીઓને પુરૂષોની તુલનામાં નિમ્ન ગણવી - જેવાં અનેક જટિલ પ્રશ્નોનો ભારતીય સ્ત્રીઓએ અનેક વષો સુધી સામનો કર્યો અને સમાન અધિકારો માટેની આ વાજબી લડત ( હળવી કાંતિ ) હજુ ચાલુ છે.

  સાંપ્રત પરિસ્થિતિ : ભારતની કુલ વસ્તીમાં ઈ.સ. ૧૯૮૧ માં દર ૧૦૦૦ પુરૂષોએ ૯૩૬ સ્ત્રીઓ હતી. ઈ.સ. ૧૯૯૧માં દર ૧૦૦૦ પુરૂષોએ ૯૨૯ સ્ત્રીઓનું પ્રમાણ જોવા મળ્યું. સ્ત્રીની સંખ્યા પુરૂષોની સુખ્યા કરતા ઓછી છે અને ઓછી થતી આવે છે, તે બાબત સ્ત્રી અસમાનતાની સૂચક છે.

 કુપોષણ અને તેને લીધે થતા રોગોમાં બાળકો કરતા બાળકીઓનું પ્રમાણ વધ્યું છે. સ્ત્રી મૃત્યુની મોટી સંખ્યા ૧૪ થી ર૨ વર્ષના વયજૂથમાં દેખાય છે. બાળલગ્નોને લીધે ખૂબ નાની ઉમરે માતા બનતી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય જલ્દી કથળે છે. વીસ વર્ષની થતાં બે - ત્રણ બાળકોની મા બની જતી ભારતીય સ્ત્રી નબળી પડે છે અને કુપોષણથી નાની ઉમરે મૃત્યુ પામે છે. આ ઉપરાંત સાસરિયા સાથે મેળ ન બેસે, તો યુવાવસ્થામાં જ મૃત્યુ પામે છે.

ગર્ભપરીક્ષણ અને તેમાં દીકરી જન્મવાની જણાય તો ગર્ભપાત કરાવવાનું આપણુ સમાજમાં એટલું વકર્યું છે કે કદાચ પુરૂષો કરતાં ઓછી સ્ત્રીઓ જન્મી છે એવું પણ વસ્તી ગણત્રીના આંકડાઓમાં પ્રતિબિંબિત થાય છે.

 ભારતીય સ્ત્રીઓની આ પરિસ્થિતિ માટે સ્ત્રી - શિક્ષણની મર્યાદિતતા, અંધશ્રદ્ઘા, રૂઢિ ચુસ્તતા, વધુ પડતી ગ્રામીણ વસ્તી, પુત્ર-સંતાનને અપાતું વિશેષ મહત્વ, જાગૃતિનો અભાવ વગેરે જવાબદાર છે.

  વ્યકિતગત સૂચનો : (૧) કાયદાઓ પર્યાપ્ત છે, પરંતુ તેના અમલીકરણની વિધિ ખૂબ જટીલ હોવાથી મહિલાઓ ફરીયાદ કરવાનું ટાળે છે, તે સ્થિતિમાં અમલીકરણ વધ સરળ સુગમ બનાવવું જોઈએ.

(ર) સામાજીક અવહેલના અને ઉપહાસના ડરથી મહિલાઓ નાના નાના બનાવોની ફરીયાદ કરવાનું ટાળે છે, જે આગળ જતા સામાજીક સમસ્યા બને છે - આ સ્થિતિમાં મહિલાઓએ જાગૃતિ દાખવવી જોઈએ.

 (૩) પોલીસ તંત્રમાં હજુ આજે પણ મહિલાઓની સામાજીક સલામતી સ્કોડમાં મહદંશે પુરૂષો જ ફરજ બજાવે છે - તેમાં તેના સ્થાને જો મહિલાઓ ને પણ સામેલ કરાય તો, મહિલાઓ માટે ફરીયાદ કરવાનું વધુ સરળ બની શકે.

 (૪) મહિલા સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને મહિલા કાર્યકર્તાઓ તેમજ પીલીસ તંત્ર અને ન્યાય તંત્ર આમ સમાજ જીવનના આ ત્રણેય મહત્વના અંગોને સંકલીત કરવામાં આવે તો ઉતમ પરિણામ લાવી શકાય તેમ છે.

 (૫) કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજયોના ઉદાહરણોને આધારે મહિલા અત્યાચારો માટે ખાસ અદાલતોની રચના પણ ઉપયુકત બની શકે.

 (૬) એક સમયે મહિલા સુરક્ષા સમિતિ ખુબ જ સક્રિય હતી અને મહત્વ પુર્ણ સ્થાન ધરાવતી હતી. આ સમિતિને પુનઃસક્રિય રીતે કાર્યાન્વિત કરવી જરૂરી છે.

 ડો. શ્રીમતી

ભાવના કે. જોશીપરા

પ્રથમ મહિલા મેયર,

વરિષ્ઠ ધારાશાસ્ત્રી

 Üù.94272 21877 

(4:30 pm IST)