રાજકોટ
News of Tuesday, 10th December 2019

વોર્ડ નં.૧૦ યુનિ.ગેઈટથી કાલાવડ રોડ સુધી પેવર રોડનું નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે ખાતમુર્હુત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૦ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યુનીર્વસીટી ગેઈટથી કાલાવડ રોડ તરફ જતો યુની.રોડના રી- કાર્પેટનું ખાતમુહુર્ત પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહ ચુડાસમા, રાજભા વાઘેલા, પદુભા સરવૈયા, આર.જી.વાઘેલા, પદુભા જાડેજા, રત્નદિપસિંહ જાડેજા, ભરસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, વિપુલ જાની સહીતના કાર્યકરો તથા સ્થાનીક રહેવાસીઓ કોર્પોરેશનના એન્જીનીયર ગાવીત, સુનીલભાઈ ગોહીલ તથા યુવરાજસિંહ જાડેજા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:24 pm IST)