રાજકોટ
News of Tuesday, 10th December 2019

ગંદા રાજકારણનો પર્દાફાશ કરતી હિન્દી વેબ સીરીઝ 'માફીયા સીટી' જાન્યુઆરીમાં રીલીઝ

હીરોની ભુમિકા ભજવનાર હિમાંશુ મકવાણા કહે છે શોર્ટ ફિલ્મો તો ઘણી કરી પણ માફીયા સીટીનો અનુભવ યાદગાર બની રહેશે : સમગ્ર શુટીંગ રાજકોટની ભાગોળે જ આટોપાયુ

રાજકોટ તા. ૧૦ : 'શોર્ટ ફિલ્મો તો ઘણી કરી છે પરંતુ કઇક યાદગાર બની રહે તેવી અનુભુતિ મને હિન્દી વેબ સીરીઝ 'માફીયા સીટી' માં થઇ છે' તેમ યુ-ટયુબ પર મકવાણા પ્રોડકશન દ્વારા જાન્યુઆરીમાં   રજુ થવા જઇ રહેલ માફીયા સીટીના મુખ્ય હીરો હિમાંશુ મકવાણાએ જણાવેલ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા હિમાંશુએ જણાવેલ કે આ પહેલા રૂમ મેટ, ઇન્ટુ ધ વુડ, કિબા જેવી શોર્ટ ફિલ્મો કરી ચુકયો છુ. પણ માફીયા સીટી ફિલ્મ કઇક અલગ અસર છોડી જાય તેવી છે.

નોરમલ વ્યકિત ગુન્હાહીત પ્રવૃત્તિમાં વળે અને તેમાંથી જે અનુભવો કર્યા પછી માફીયાને ખતમ કરવા વ્યુહ અપનાવે છે તે વાતને આ ફિલ્મમાં આવરી લેવાનો ખુબ સરસ પ્રયાસ કરાયો છે.

મુખ્ય હીરો બુધ્ધદેવની ભુમિકા હિમાંશુ મકવાણાએ નિભાવી છે તો હીરોઇનની ભુમિકામાં ભુમિ પાઠકે આઇશાનો રોલ બખુબી પુર્વક નિભાવી બતાવ્યો છે. સાથેઅફઝલ સુમરા, જેસુર કેવીન, હાર્દીક જોષી, રાહુલ પટેલ, અલ્કા પટેલે પણ અભિનયના ઓજસ પાથર્યા છે.

પ્રોડકશન જીતુ કનોજીયા (એકટર) તથા મ્યુઝીક ડાયરેકટર તરીકે જેસુર કેવીને સેવા આપી છે. શુટીંગ ડાયરેકટર બ્લેક ડેવીલ અને ડી.ઓ.પી. સોલહી ઠકકર, એડીટીંગ અભિષેક હરીયાણીએ કરેલ છે. સાઉન્ટ મીકસીંગ અને પોસ્ટર એડવર્ટાઇઝીંગ નિરવ પંડયાએ સંભાળેલ છે.

સમગ્ર ફિલ્મનું મોટાભાગનું શુટીંગ રાજકોટની આજુબાજુના જ વિસ્તારો વાવડી, પુનીતનગર, પાળ સહીતના સ્થળોએ કરાયુ છે.

ત્રણ હપ્તાની આ હિન્દી વેબ સીરીઝનો પ્રથમ હપ્તો જાન્યુઆરીમાં રીલીઝ થવા જઇ રહ્યો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે હિન્દી વેબ સીરીઝ' ના હીરો હિમાંશુ મકવાણા અને બાજુમાં જીતુ કનોજીયા, જેસુર કેવીન નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:10 pm IST)