રાજકોટ
News of Tuesday, 10th December 2019

રકત્તદાન થેલેસેમિયા જાગૃતિ માટે ધર્માચાર્યો રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશ કરશેઃ જૈન આચાર્ય લોકેશજી

રાજકોટ  : પ્રોજેકટ લાઇફ સંચાલિત લાઇફ બ્લડ સેન્ટરના ૩૯માં વર્ષમાં પ્રવેશ નિમીતે દિલ્હીથી ખાસ રાજકોટ આવેલા અંહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને પ્રખર જૈનઆચાર્ય ડો. લોેકેશજી અને પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના સ્થાપક અને વકતા સમણ શ્રુતપ્રજ્ઞજીએ વિવિધ મુદ્દાઓ ઉપર લોકોને સંબોધન કર્યુ હતું. ડો. લોકેશજીએ રકત્તદાન અને થેલેસિમીયા માટે જાગૃતિ લાવવા માટે જુદા જુદા ધર્મના વડાઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હાથ ધરશે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રવાસ કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાંઆવશે તેવી જાહેરાત કરી હતી, જયારે સમણ શ્રુતપ્રજ્ઞજીએ સ્વસ્થ રહેવા માટે લોકોએ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં બેંગ્લોરથી આયુર્વેદાચાર્ય જી.જી. ગંગાધરન, કેનેડાથી આવેલા જયમલભાઇ રૂપારેલ, રૂપાબેન રૂપારેલ, લંડનથી આવેલા વિનોદભાઇ ઉદાણી,દુબઇના ઇન્દુબેન શાહ ઉપરાંત પ્રોજેકટ લાઇફનાએકઝીકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાન્ત કોટિયા, મેનેજીંગ ટ્રસ્ટી શશીકાન્ત કોટિયા, જોઇન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટિયા શાહ, ડો. પી.સી. રાજુ, ડો. સજીવ નંદાણી, ડો. વીમલ પરીખ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)