રાજકોટ
News of Tuesday, 10th December 2019

૧૦૦ દુકાનદારોને નોટીસ ફટકારતું કોર્પોરેશન

શોપીંગ સેન્ટરનું ભાડૂ જ નથી ભર્યું: તંત્ર પણ ઉઘરાવતા ભુલી ગયું: ૧૫ દિ'માં ભાડૂ ભરો નહીં તો દુકાનો ખાલી કરો..

રાજકોટ,તા.મ્યુ. કોર્પોરેશન દ્વારા ભાડે અપાયેલ શોંપીંગ સેન્ટરની દુકાનોનું ભાડુ નહીં ભરનાર ૧૦૧ દુકાનો ધારકોને નોટીસ ફટકારી ૧૫ દિમાં ભરવા તાકિદ કરવામાં આવી છે.સમય મર્યાદામાં ભાડુ નહિ ભરવામાં આવે તો દુકાન ખાલસા સહિત કાર્યવાહી કરવામાં આવશે. તેમ એસ્ટેટ શાખાની યાદીમાં જણાવ્યું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું કે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના ૨૧ શોપીંગ સેન્ટરની કુલ ૩૫૦ દુકાનો લીઝ પર આપવામાં આવેલ છે.  વિવિધ વિસ્તારમાં આવેલ ૧ર  શોપીંગ સેન્ટરની દુકાનો માટે દુકાનધારકો દ્વારા લાંબા સમયથી ભાડુ ભરપાઈ નહીં કરવામાં આવતુ હોય, આ દુકાનધારકોને અગાઉ ભાડુ ભરપાઈ કરવા માટે નોટીસ આપવામાં આવેલ હતી. આમછતાં ભાડુ ભરેલ ન હોય, ધી ગુજરાત પબ્લીક પ્રિમાઈસીસ એકટ ૧૯૭૨ની કલમ ૭(૧) અંતર્ગત બાકી ભાડાની રકમ દિન-૧૫માં ભરપાઈ કરી જવા આખરી નોટીસ આપવામાં આવેલ છે.  દિન-૧૫માં દુકાનધારકો દ્વારા બાકી ભાડાની રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો સદરહુ દુકાનોના લીઝ એગ્રીમેન્ટની શરતના ભંગ બદલ દુકાનો ખાલસા કરવાની અને બાકી લ્હેણુ વસુલવાની કાર્યવાહી કરવામાં આવશે.

કયાં શોપીંગ સેન્ટરોમાં કેટલી દુકાન ને નોટીસો

શોપીંગ સેન્ટરની દુકાનોનું લાંબા સમયથી ભાડુ નહીં ભરપાઇ કરતા દુકાન ધારકોને આપવામાં આવેલ નોટીસો  ગેલેકસી સિનેમા સામેનું શોપીંગ સેન્ટર-પ, જયુબેલી શોપીંગ સેન્ટર, જયુબેલી બાગ, વિભાગ-૧૭, જયુબેલી શોપીંગ સેન્ટર, જયુબેલી બાગ, વિભાગ-૧૭, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, જયુબેલી રોડ-રર, R.M.C. બિલ્ડીંગ શોપીંગ સેન્ટર,ડો.આંબેડકર ભવન,ઢેબર રોડ-૪, એનેક્ષી બિલ્ડીંગ શોપીંગ સેન્ટર, આશાપુરા ચોક,ઢેબર રોડ-૪, સુગર હાઉસ શોપીંગ સેન્ટર, ત્રિકોણબાગ -૪, G.E.B. પાસેનું શોપીંગ સેન્ટર, ઢેબર રોડ-ર, ભુતખાના શોપીંગ સેન્ટર, મોસોનીક હોલ સામે-ર, ધનવંતરી પાસેનું શોપીંગ સેન્ટર,કેનાલ રોડ-૬, હરિસિંહજી શોપીંગ સેન્ટર,સદર બજાર-ર, મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર,જયુબેલી બાગ રોડ-૭ સહિત કુલ ૧૦૧ નોટીસ ફટકારવામાં આવી છે.

(4:06 pm IST)