રાજકોટ
News of Tuesday, 10th December 2019

માનવ અધિકાર શું છે?

ભારતમાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૯૩થી માનવાધિકાર કાયદો અમલમાં આવ્યો

માનવ અધિકારોને માન્યતા આપવા અને તેની ઓળખને અસ્તિત્વમાં લાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવધિકાર દિવસ એટલે કે સાર્વત્રિક માનવાધિકારની દિનની દર વર્ષે ૧૦ ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવે છે.

માનવાઅધિકાર શું છે, કોઈપણ માનવીના જીવન સ્વતંત્રતા, સમાનતા અને આદરનો અધિકાર એ માનવ અધિકાર છે. ભારતીય બંધારણ આ હકની માત્ર બાંયધરી આપતું નથી. પરંતુ કોર્ટ તેને  તોડનારાઓની સજા કરે છે.

ભારતમાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૯૩થી માનવાધિકાર કાયદો અમલમાં આવ્યો ૧૨ ઓકટોબર ૧૯૯૩ના રોજ સરકારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરી.

નાગરિક અને રાજકીય સાથે આયોગના અધિકાર ક્ષેત્રમાં આર્થિક- સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનો પણ સમાવેશ થાય છે. જેમ કે બાળ મજૂરી, એચ.આઈ.વી./ એડ્સ, આરોગ્ય, ખોરાક, બાળલગ્ન, મહિલા, અધિકાર, કસ્ટડી અને એન્કાઉન્ટર મૃત્યુ, લઘુમતીઓ અને અનુસૂચિત જાતિ અને જનજાતિઓના હક.

સંયુકત રાષ્ટ્રના ચાર્ટરમાં આ નિવેદન હતું કે સંયુકત રાષ્ટ્રના લોકો આ વિશ્વાસ કરે છે કે કેટલાક એવા માનવધિકાર છે જે કયારેક આંચકી શકાતા નથી. માનવની ગરિમા છે અને સ્ત્રી- પુરૂષના પરિણામ સ્વરૂપ સંયુકત રાષ્ટ્ર સંઘે ૧૦ ડિસેમ્બર ૧૯૪૮એ માનવ અધિકારની સાર્વભૌમ ઘોષણાને સ્વીકારી.

આ ઘોષણાએ રાષ્ટ્રોને પ્રેરણા અને માર્ગદર્શન પુરૃં પાડયું હતું અને તેઓ તેમના બંધારણ અથવા કાયદા દ્વારા આ અધિકારોને માન્યતા અને અમલ કરવા આગળ વધ્યા હતા. રાજયોએ તેમને તેમના કાયદામાં અમલીકરણના સત્તાનો દરજજો આપ્યો.

આ ઘોષણાનું સત્તાવાર લખાણ સંયુકત રાષ્ટ્રમાં પાંચ ભાષાઓમાં ઉપલબ્ધ છે, અંગ્રેજી, ચાઈનીઝ, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ અહી અનુવાદનું લખાણ ભારત સરકારે સ્વીકાર્યુ છે.

(4:03 pm IST)