રાજકોટ
News of Tuesday, 10th December 2019

જેઓની સાથે દેવ,ગુરૂ અને ધર્મ હોય તેને કદી ઉની આંચ ન આવેઃપૂ. નમ્રમુની મા.સા.

પાવાપુરીની પાવન ભૂમિ ઉપર પૂ.પરમ સ્વમિત્રાજી મ.સ.તથા પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ની પ્રથમ વાર્ષિક દીક્ષા જયંતિ ધર્મોલ્લાસ પૂર્વક ઉજવાય : જૈન દર્શન વિશ્વમાં અજોડ છેઃ બૌદ્ઘ ધર્મગુરૂ ડો. લામ

રાજકોટ, તા.૧૦: જૈન આગમ શ્રી ભગવતીજી સૂત્રમાં આગમકાર ભગવંતો સંયમ ધર્મનું મહત્વ વર્ણવતાઙ્ગ ફરમાવે છે કે એક વર્ષનો સંયમ પયોયધારી પરમ સાધક આત્મા દેવલોકના સુખોને ઓળંગી જાય.

જે પાવન અને પુણ્ય ભુમિ ઉપર ચરમ અને પરમ તીર્થકર પરમાત્મા નિવાર્ણને પામ્યા હતાં. એ પાવાપુરીની ભોમકા ઉપર રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.એવમ્ વિશાળ સતિવૃંદના પાવન સાનિધ્યમાં  પૂ.પરમ સ્વમિત્રાજી મ.સ.એવમ્ પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ર્ં ની પ્રથમ વાર્ષિક દીક્ષા જયંતિ તા.૯ના શુભ દિવસે ધર્મોલ્લાસપૂર્વક આત્મ ર્ંઉપાસર્નાં અને ર્ંઆરાધર્નાંમય બની ઉજવવામાં આવેલ.

આ અવસરે મુંબઈથી જીતેન્દ્રભાઈ ભાયાણી,પેટરબારના ટ્રસ્ટી દિલેશભાઈ ભાયાણી,કોલકત્તાથી કાકરીયા પરિવાર, માલાણી પરિવાર, રાજકોટથી સંજયભાઈ શેઠ, હેતલબેન શેઠ,જયોતિકાબેન શેઠ, ચિં.કિંજલ શેઠ, ચિં. શ્રેણિક વિરેનભાઈ શેઠ,લીનાબેન વિરેશભાઈ ગોડા, ડો.મીતાલીબેન તેજસભાઈ ચૌધરી, પુનમબેન ડેલીવાળા,ચિં.વિરતી ડેલીવાળા,મનોજ ડેલીવાળા વગેરે ઉપસ્થિત રહી સંયમ માર્ગની અનુમોદના કરેલ.

એડવોકેટ વિરેશભાઈ ગોડા તથા લીનાબેન ગોડા તરફથી પાવાપુરીની તમામ ધર્મશાળાના કર્મચારીઓને ગરમ ધાબળા વીતરણ કરી કર્મચારીઓને શાતા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ. સમેતશિખરની તમામ ધર્મશાળાના કર્મચારીઓને ગુરૂ ભકત તરફથી ગરમ ધાબળા અર્પણ કરી પૂણ્ય ઉપાજર્નનું સદ્દકાર્ય કરવામાં આવેલ.ર્ં હેતલબેન સંજયભાઈ શેઠ તરફથી R S S સંચાલિત સ્કૂલના વિદ્યાર્થીઓ દર્શનાર્થે આવેલ તે દરેક બાળકોને પેનની પ્રભાવના કરવામાં આવેલ. રાજકોટમાં પણ સાધના ભવન ખાતે શેઠ પરિવાર તરફથી તપ - જપનું અનેરૂ આયોજન કરવામાં આવેલ.રાજકોટ લુક એન લર્નના દરેક દીદીઓને આકર્ષક ડાયરી હેતલબેન શેઠ તરફથી આપવામાં આવેલ. તા.૯ના રોજ પાવાપુરીના પ્રાંગણમાં પ્રભાતના સોનેરી કિરણો સાથેઙ્ગ દિવ્ય વાતાવરણમાં પરમ ગુરૂદવેઙ્ગ ઙ્ગચરમ અને પરમ તીર્થકર પરમાત્મા મહાવીર સ્વામીના અનંતા ઉપકારોનું ચતુર્વિધ સંદ્યને સ્મરણ કરાવેલ.ચતુર્વિધ સંદ્યે વીર સ્તુતિ - પુચ્છિસ્સુણંની સમૂહમાં સ્વાધ્યાય કરેલ.પૂ.ગુરૂદેવે ગત વર્ષે બનેલ સંયમ મહોત્સવની ઘટના રજૂ કરેલ અને કહ્યું કે જેઓની સાથે દેવ,ગુરૂ અને ધર્મ હોય તેને કદી ઉની આંચ આવતી નથી. પૂજય પરમ સ્વમિત્રાજી મ.સ.તથા પૂ.પરમ આરાધ્યાજી મ.સ.એ એક વર્ષના અનુભવ વર્ણવતા કહ્યું કે વર્ષ દરમિયાન અમારી પ્રત્યેક ક્ષણ પરમ આત્મિક સુખમય પસાર થઈ છે. દીક્ષા જયંતિના પાવન પ્રસંગે સાધ્વી રત્ના પૂ.પૂર્ણાજી મ.સ.,પૂ.ડો. ડોલરબાઈ મ.સ.,પૂ.પરમ સૌમ્યાજી મ.સ.,પૂ.પરમ સંબોધીજી મ.સ.,પૂ.પરમ જિનવરાજી મ.સ.એ પોતાના ભાવો વ્યકત કરેલ.ચિં.કિંજલ શેઠ તથા ચિં.વીરતિ ડેલીવાળાએ અનોખા અંદાજમાં પૂ.સ્વમિત્રાજી મ.સ.તથા પૂ.આરાધ્યાજી મ.સ.ની પૂ.મહાસતિજીઓને સંયમ જીવનની શુભેચ્છા અર્પણ કરેલ. હેતલબેન શેઠ તથા પુનમબેન ડેલીવાળાએ પોતાના ભાવો વ્યકત કરેલ. બૌધ્ધ ધર્મ ગુરૂ ડો. લામ ઉપસ્થિત રહેલ અને તેઓએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં જૈન દર્શનની ફિલોસોફી બેજોડ છે.બોધ્ધ ધર્મ અને જૈન ધર્મની અનેક સામ્યતા તેઓએ રજુ કરેલ. તેઓએ પરમ ગુરૂદેવ શ્રી ને બિહારમાં આવેલ ર્ંગયા બૌદ્ઘ ધર્મ સ્થાનમાં પધારવા વિનંતી કરેલ.પાવાપુરીના ટ્રસ્ટીગણે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી સમક્ષ પાવાપુરી તીર્થધામના વિકાસ સંદર્ભે ચર્ચા - વિમશ કરેલ.તા.૯ ના આખો દિવસ પાવાપુરીની પાવન ધરા ઉપર પરમ ગુરૂદેવશ્રીની શુભ નિશ્રામાંઙ્ગ ધર્મમય,ભકિત ભાવ સાથે સંયમ માર્ગની ભૂરી - ભૂરી અનુમોદના કરેલ.

પરમ ગુરૂદેવશ્રી આદિ સંત - સતિજીઓ પાવાપુરીથી વિહાર કરી જે ભૂમિ ઉપર પ્રભુ મહાવીર સ્વામીએ ૧૪ઙ્ગ ચૌદ કલ્પતા ચાતુર્માસનો મહા મૂલો લાભ આપેલ તે ધન્ય ધરા રાજગીર ( રાજગૃહી ) તરફ પધારવાના શુભ ભાવ રાખે છે.

(4:03 pm IST)