રાજકોટ
News of Tuesday, 10th December 2019

મગફળી ખરીદીમાં સ્પીડ વધારવા બપોર બાદ કલેકટરે તમામ પ્રાંત-મામલતદારની મીટીંગ બોલાવી

પુરવઠા નિગમ-વેર હાઉસીંગ- પોલીસ સ્ટાફ -લેબરોને પણ બોલાવ્યા : જરૂર પડયે દરેક કેન્દ્ર ઉપર સ્ટાફ વધારાશે

રાજકોટ, તા. ૧૦ :  મગફળી ખરીદીમાં સ્પીડ વધારવા કામગીરી ઝડપી કરવા આજે બપોરે ૪-૩૦ વાગ્યે રાજકોટ કલેકટરે અત્યંત મહત્વની મીટીંગ બોલાવી છે, આજ સુધી જે ખરીદી તે ગોકળગાયની ગતિએ થઇ રહી હોવાની ફરીયાદો બાદ કલકેટરે આજે તમા પ્રાંત, મામલતદારો, વેર હાઉસીંગના અધિકારીઓ, પુરવઠા નિગમના મામલતદાર, પોલીસતંત્ર, લેબરો તમામને બોલાવ્યા છે.

આ મોનીટરીંગ કમિટીમાં મગફળી ખરીદીની સમીક્ષા થશે, પુરતા સ્ટાફના અભાવે સાવમંથક ગતિએ ખરીદી થઇ રહી હોય, મામલતદારો-પ્રાંત અધિકારીઓને પોતાના કેન્દ્રો માટે જરૂરત પ્રમાણે સ્ટાફ વધારવા અંગે સતા આપતો નિર્ણય લેવાશે. આજની તારીખના રાજકોટ શહેર-જિલ્લામાં ૭૦ કરોડની મગફળી ખરીદાઇ છે. તેનું પેમેન્ટ પણ બાકી છે, જો કે અધિકારી સૂત્રો મગફળીમાં ભેજને કારણ ખરીદીમાં વિલંબ પડયાનું જણાવી રહ્યા છે, પરંતુ હવે ભેજ ન હોય ખરીદી ઝડપી બનાવશે તેવો નિર્દેશ આપ્યો હતો.

(3:49 pm IST)