રાજકોટ
News of Tuesday, 10th December 2019

અન્ડર-૧૪ બોયઝ ફુટબોલ ટુર્નામેન્ટમાં વ્રજભુમિ પબ્લીક સ્કુલ ચેમ્પીયન બની

રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુના પુત્ર રાહીલ ફળદુનું બેસ્ટ પરફોમન્સ

રાજકોટ તા. ૧૦: તાજેતરમાં અમદાવાદ મુકામે યોજાયેલ રીલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ ફુટબોલ ટુર્નામેન્ટ અન્ડર-૧૪ બોયઝ ફુટબોલમાં ગુજરાતની જુદી જુદી પચાસ ટીમોએ ભાગ લીધેલ તેમાં છેલ્લા ઘણા સમયથી સુબ્રતો, ખેલ મહાકુંભ, જીલ્લા, રાજય કક્ષાની સ્પર્ધાઓ સહિતમાં સતત ચેમ્પીયન રહેતી આણંદ મુકામે અમુલ ચોકલેટની બાજુમાં આવેલ વ્રજભુમી પબ્લીક સ્કુલની ડી.એલ.એસ.એસ.ની ટીમે મધ્યપ્રદેશમાં ઇન્દોર મુકામે ફાઇનલ મેચમાં નાગપુરની ટીમને ૪-૧ થી હરાવી રીલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ ફુટબોલ ટુર્નામેન્ટમાં ટીમ ચેમ્પીયન બની રીલાયન્સ ફુટબોલ ટ્રોફી હાસલ કરેલ હતી.

ઇન્દોર મુકામે ટુર્નામેન્ટ રમવા જવા કવોલીફાય થવા માટે પ્રથમ ગુજરાતમાં અમદાવાદ મુકામે કુલ પચાસ ટીમો વચ્ચે રમાયેલ અન્ડર-૧૪ ફુટબોલ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલમાં નીરમા સ્કુલને હરાવી ફાઇનલમાં પહોંચ્યા બાદ કોસમોસ ઇન્ટરનેશનલ સ્કુલ અમદાવાદને હરાવી ગુજરાત ચેમ્પીયન બની રીલાયન્સ કપ હસ્તગત કરી વ્રજભુમી પબ્લીક સ્કુલ મધ્ય પ્રદેશમાં ઇન્દોર મુકામે રમાયેલ રીલાયન્સ ફુટબોલ ટુર્નામેન્ટમાં જવા ગુજરાતમાંથી કવોલીફાય થયેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ સુરેશ ફળદુના પુત્ર રાહીલ ફળદુ દ્વારા ટુર્નામેન્ટમાં જબરદસ્ત પરફોમન્સ બતાવી મોરના ઇંડાને ચીતરવા ન પડે તે કહેવત સાર્થક કરેલ હતી. રાહીલ ફળદુએ ત્રીજા ધોરણમાં રાજકોટ અભ્યાસ પુર્ણ કરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બરોડા મુકામે જુદી જુદી રમતોના સીલેકશન અંગે યોજેલ ટુર્નામેન્ટમાં રાહીલ ફળદુ સીલેકટ થતા ચોથા ધોરણમાં આનંદ મુકામેની વ્રજભુમી સ્કુલમાં ડી.એલ.એસ.એસ.માં દાખલ કરેલ બાદ તે સમયે ટીમ કોચ ગોપાલ સર તથા હિતેષ પરમાર દ્વારા કઠોર પરીશ્રમ કરી ગુજરાતની દરેક ટુર્નામેન્ટમાં ટીમ સતત ચેમ્પીયન બને તેવી જહેમત ઉઠાવ્યા બાદ તાજેતરમાં અમદાવાદ તથા ઇન્દોર મુકામે રમાયેલ ફુટબોલ ટુર્નામેન્ટમાં ફુટબોલના કોચ તરીકે સારૃં એવું નામ ધરાવતા હિતેષ પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ કેપ્ટન રૂદ્ર ધાનાણીના નેજા હેઠળ રમાયેલ ટુર્નામેન્ટમાં માનવ વાઘેલા (ગલોલ કીપર), રૂદ્ર ધાનાણી (કેપ્ટન), રાહીલ ફળદુ, શીવમ પાંડે, જયોતી બારીયા, કિર્તન આહીર, રાહુલ રાઠોડ, મકાન સંગાર, તલ્હા શાહ, લવ પટેલ, કરણ અસનાની, નીવ રામ, એનોઇન્ટ દેસાઇ, જૈનીલ પટેલ સહિતના પ્લેયરોએ ભાગ લીધેલ હતો અને કેપ્ટન, કોચ, સ્કુલ અને માત-પિતાના નામ રોશન કરેલ છે અને આ ચેમ્પીયન થયેલ ટીમ આગામી ટુંક સમયમાં રમાનાર ઓલ ઇન્ડીયા નેશનલ અન્ડર-૧૪ બોયઝ ફુટબોલ ટુર્નામેન્ટ કે જે મુંબઇ મુકામે રીલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ ફુટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જવાના હોય જેનો હવાઇ મુસાફરી તેમજ ફાઇવ સ્ટાર હોટલ સહીતનો તમામ ખર્ચ રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવી રહેલ છે.

(3:44 pm IST)