રાજકોટ
News of Tuesday, 10th December 2019

જનરલ બોર્ડ અંગે ભાજપમાં સંકલનનો અભાવ !?: ચાર કોર્પોરેટરોએ એક સરખા જ પ્રશ્નો પૂછયા...

મુકેશ રાદડિયા અને અશ્વિન ભોરણીયાએ પાણીના મીટરનો એક સરખો સવાલ પુછયોઃ પરેશ પીપળિયા અને રાજુ અઘેરાએ સ્વીમીંગ પુલનો એક સરખો પ્રશ્ન રજુ કર્યો

રાજકોટ તા. ૧૦ : આગામી તા.૧૮મીએ મળનાર જનરલ બોર્ડમાં ભાજપના ચાર-ચાર કોર્પોરેટરોએ એક સરખાજ પ્રશ્નો અલગ-અલગ વ્યકિત રીતે પુછતા શાશક પક્ષમાંં હવે સંકલનનો અભાવ હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં શરૂ થઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આગામી ૧૮મીએ મળનાર જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરો અશ્વિન ભોરણીયા ત્થા મુકેશ રાદડિયાએ વ્યકિતગત રીતે અલગ-અલગ રીતે વોટર વર્કસ શાખા દ્વારા કયા-કયા વોર્ડમાં પાણીના મીટર મુકવામાં આવ્યા? તેવો પ્રશ્નો સરખોજ પ્રશ્ન પુછયો !!

એટલું જ નહી બાકી રહી જતુ હોય તેમ ભાજપનાજ અન્ય બે કોર્પોરટરો પરેશ પીપળીયા અને રાજુ અઘેરાએ પણ અલગ-અલગ વ્યકિતગત રીતે રાજકોટ મહાપાલિકાના સ્વીમંગ પુલ કેટલા છે ? કેટલા સભ્યો છે ? જાણકાર અને શીખાઉ કેટલા ? તેમજ કોઠારીયા વાવડીમાં કયા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો નંખાઇ છે ? વગેરે પ્રશ્નો લીટીએ લીટી સરખી રીતેજ પુછયાને આવુ અગાઉ કોઇ વખત થયુ નથી ત્યારે આગામી જનરલ બોર્ડમાં આમ કેમ થયું ? શું જનરલ બોર્ડ બાબતે ભાજપનું સંકલન કાચુ પડી ગ્યું ? વગેરે સવાલો ઉઠયા છે.

(3:39 pm IST)