રાજકોટ
News of Tuesday, 10th December 2019

જેમીનીડસ ઉલ્કા વર્ષા શરૂ : આ વર્ષનો છેલ્લો અવકાશી નજારો : શુક્ર, શનિ, રવિ આતશબાજી જેવો માહોલ જામશે

રાજકોટ તા. ૧૦ : દર વર્ષે ડીસેમ્બરમાં ઉલ્કા વર્ષા હોય જ છે. તે મુજબ આ વર્ષે પણ તા. ૯ થી ૧૭ સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા થશે. ગઇ કાલથી અવકાશી નજારો શરૂ થઇ ચુકયો હોય ખગોળપ્રેમીઓમાં ઉત્તેજના વ્યાપી હોવાનું જાથાના રાજયના ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવ્યુ છે કે ખાસ કરીને તા. ૧૩ થી ૧૫ સુધી શુક્ર, શનિ, રવિ ત્રણ દિવસ સૌથી વધુ ઉલ્કા વર્ષા થશે. જે પરોઢના સમયે નરી આંખે પણ જોઇ શકાશે. દરીયાઇ કિનારો, પર્વતિય  કે નિર્જન વિસ્તારમાંથી ઉલ્કા નિહાળવાથી વધુ સહેલાઇથી અભ્યાસ કરી શકાય છે. ખગોળપ્રેમીઓએ વર્ષનો આખરી ઉલ્કાવર્ષાનો નજારો અચુક માણવા જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે.

(12:00 pm IST)