રાજકોટ
News of Tuesday, 10th December 2019

ખીરસરા, સતાપર, રામનગર, મોટાવડા, કણકોટ, પડવલા વગેરેને લાગુ રસ્તા-પુલના કામ મંજૂર

રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇના પ્રયાસોથી ૩ર કરોડના કામોને બહાલીઃ લોધિકા-કોટડાસાંગાણી પંથકના વિકાસને વેગ મળશે

રાજકોટ તા. ૧૦ :.. રાજય સરકાર દ્વારા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા દ્વારા ગ્રામ્ય વિસ્તારની રજૂઆતો અને જરૂરીયાતને ધ્યાનમાં રાખી ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભઇ પટેલને રાજકોટ - લોધીકા અને કોટડ સાંગાણી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના વિકાસને ધ્યાને લઇ જુદા જુદ રોડ અને બ્રીજના કામ માટે અવાર-નવાર રજૂઆત કરેલ હતી. જેને અનુસંધાને  નીતિનભાઇ પટેલ દ્વારા અંદાજે રૂ. ૩ર કરોડનાં નીચેની વિગતે મંજૂર કરેલ છે. તેમ ધારાસભ્યની યાદી જણાવે છે.

નોન પ્લાન રસ્તા

(૧) ખીરસરાથી મેટોડાથી વાગુદડ ગામને જોડતો રસ્તો પ.ર૦ કિ. મી. રૂ. ર૬૦.૦૦ લાખ. (ર) સતાપર થી વેરાવળ ર.ર૦ કિ. મી. ૮૦ લાખ, (૩) જશવંતપુરથી પળ ૩.૦૦ કિ. મી. ૧પ૦ લાખ, (૪) રતનપર ગામથી પીપરડી ૪ કિ. મી. ર૦૦ લાખ (પ) રામનગર વાગુદડ રોડ ૪.૬૦ કિ. મી. ર૬પ લાખ (૬) કોઠાપીપળીયાથી થોરડી ૪.ર૦ કિ. મી. ૧૪૦ લાખ

રીસફેસીંગ - ડામર રોડ

(૧) જશવંતપુર એપ્રોચ રોડ ર કિ. મી. ૮૦ લાખ (ર) ઢોલરા-વિરવા-ખાંભા ૮ કિ. મી. પ૦૦ લાખ (૩) વેરાવળ-પડવલા રોડ ર.૩૦ કિ. મી. ૧૮૦ લાખ, (૪) ભંગડા અર્પ્રોચ રોડ ૦.પ૦ કિ. મી. ૧પ લાખ (પ) અભેપર એપ્રોચ રોડ ૧.પ૦ કિ. કી. પ૦ લાખ  (૬) પીપરડી ચારણ પીપળીયા રોડ ૧ કિ. મી. ર૦ લાખ,

વાઇડનીંગ પ.પ૦ મીટર  પહોળા રોડનું કામ

(૧) મોટાવડાથી ખીરસરા રોડ ૭.ર૦ કિ. મી. ૩૩૦ લાખ (ર) કાલાવડ રોડ થી દેવડા નગરપીપળીયા રોડ ૭.ર૦ કિ. મી. ૪૦ લાખ,

બ્રીજના કામો

(૧) મોટાવડા ગામના પાદરમાં ડોડીનદી પર બ્રીજ ૧પ૦ લાખ

(ર) કણકોટ રામનગર રોડ ન્યારી નદી પર બ્રીજ ૪૦ લાખ

(૩) મોટાવડા-ખીરસરા રોડ વાસીયાવાળી નદી પર બ્રીજ ર૪૦ લાખ

તાલુકાનાં આગેવાનો વલ્લભભાઇ શેખલીયા, અરવિંદભાઇ સિંધવ, ભરતસિંહ જાડેજા, મનસુખભાઇ સરધારા, હરીચંદ્રસિંહ જાડેજા, ઉમેશભાઇ પાંભર, મોહનભાઇ દાફડા  રવિરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અમીતભાઇ પડાળીયા, વિપુલભઇ મોરડ, જયેશભાઇ બોધરા, સંજયભાઇ અમરેલીયા, હરભમભઇ કુગસીયા, ભીખુભાઇ ડાંગર, વિક્રમભાઇ ખીમાણીયા, શૈલેષભાઇ અજાણી વગેરે આગેવાનો દ્વારા ધારાસભ્યને અને સરકારને અભિનંદન પાઠવી આભાર વ્યકત કરાયેલ છે.

(12:00 pm IST)