રાજકોટ
News of Tuesday, 10th December 2019

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સપ્તાહની ઉજવણી

રાજકોટઃ સુપોષીત જનની વિકસીત ધારીણી અંતર્ગત માતૃવંદના સપ્તાહનો પ્રારંભ રાજકોટ જીલ્લાનાં ધોરાજી મુકામે થયો હતો. જેનુ ઉદ્ઘાટન પ્રાન્ત અધિકારી ધોરાજી મહિલા બાળ વિકાસ અધિકારી તથા જીલ્લા કોર્ડીનેટર ઉપસ્થિત રહયા હતા. પ્રથમ દિવસે પોષ્ટ પેમેન્ટ બેંકના અધિકારી દ્વારા ધારીણી મહિલાઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા. મહિલાઓ આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ  લે તે માટે માહિતીનો પ્રચાર-પ્રસાર કર્યો. રાજકોટ જીલ્લાનાં લોધીકા  ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો. જેમા સગર્ભા બહેનોનાં નામોનું રજીસ્ટ્રેશન તથા ઓનલાઇન એન્ટ્રી કરી હતી. સપ્તાહ દરમિયાન કમીશનરશ્રી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગાંધીનગર, જીલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટ તથા શ્રીમતી વત્સલાબેન દવે, પ્રોગામ ઓફીસર તથા શ્રી ઋદ્રાબેન ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કરેલ.

(11:40 am IST)