રાજકોટ
News of Tuesday, 10th December 2019

કાલે રાજકોટના પાંચ વોર્ડમાંથી પાણીકાપ ઉઠાવતું મ્યુનિ,કોર્પોરેશન

વોર્ડ ન,2,3,4,5,અને 7 માં રાબેતામુજબ પાણી વિતરણ:લાખો શહેરીજનોને હાશકારો

  રાજકોટ : આવતીકાલે જાહેર થયેલ પાંચ વોર્ડમાં પાણીકાપ હવે ઉઠાવી લેવાયો છે જેના કારણે હવે વોર્ડ ન, 2,3,4,5,અને 7,આ રાબેતામુજબ પાણી વિતરણ થશે

 મહાનગરપાલિકાને નર્મદાનું પાણી પૂરૂ પાડતી GWILની મુખ્ય પાઇપ લાઇન NC-34 પર તા.૦૯-૧૨-૧૯ થી ૧૧-૧૨-૧૯ દરમ્યાન શટ ડાઉન હોવાથી પાણી વિતરણ આંશિક રીતે બંધ રહેવાની જાહેરાત કરાઈ હતી પણ  હવે GWIL ના જણાવ્યા અનુસાર આવતીકાલનું એનસી૩૦ નું  Getco નું પ્લાન્ડ શટડાઉન કેન્સલ થયેલ હોય,તેથી તારીખ: ૧૦/૧૨/૨૦૧૯ ના રોજ પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રાખેલ છે  

 ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટ આધારીત હેડ વર્કસ, બજરંગવાડી (વોર્ડ નં. ૦૨ પાર્ટ , ૦૩ પાર્ટ) તથા રેલનગર વોર્ડ નં. (૦૩ પાર્ટ),  હેઠળ આવતા વિસ્તારોમાં તેમજ બેડી ફિલ્ટર પ્લાન્ટ આધારીત હેડ વર્કસ ગ્રીનલેન્ડ તથા બેડી ઝોન (વોર્ડ નં.૦૪ પાર્ટ, ૦૫ પાર્ટ) તથા જ્યુબીલી આધારીત કેનાલ રોડ (વોર્ડ નં.૦૩ પાર્ટ, ૦૭  પાર્ટ) મા પાણી વિતરણ  રાબેતા મુજબ ચાલુ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ જણાવાયું છે .

 

(10:31 pm IST)