રાજકોટ
News of Monday, 10th December 2018

ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે કાલથી ધર્મોત્સવ

સંતો-મહંતોના સાનિધ્યમાં પાટોત્સવ, શાકોત્સવ અને સત્સંગીજીવન સહિતના કાર્યક્રમો : ભવ્ય આયોજન : ભાવિકોને આમંત્રણ

રાજકોટ તા.૧૦ : સદગુરૂ શ્રી ધર્મપ્રસાદદાસજી (જાગી સ્વામી) તથા અ.નિ.સદગુરૂ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજી સ્વામીની પ્રેરણાથી અને વયોવૃધ્ધ સંત કોઠારી સ્વામી શ્રી હરિચરણદાસજી, પ.પૂ.સ.ગુ.શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામી (પીપલાણા), પ.પુ.સ.ગુ.શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી (વંથલી) તથા પ.પુ.સ.ગુ. શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી (ફરેણી)ની પાવન ઉપસ્થિતિમાં શ્રી સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો ૬૬મો વાર્ષિક પાટોત્સવ, શાકોત્સવ એવમ શ્રીમદ સત્સંગી જીવનકથાનો ત્રિવેણી સંગમ જેવો ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ મંગળવારે તા.૧૧ના રોજથી શનિવાર

તા.૧૫ સુધી મંદિરના એ.સી.સભામંડપમાં મહંતસ્વામી શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને ઉજવાશે.

તા.૧૧ થી તા.૧૫ સુધી આયોજીત સત્સંગી જીવન કથાના વ્યાસાસને મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી (જામજોધપુર), શાસ્ત્રી સ્વામી શ્રી નિલકંઠચરણદાસજી (પીપલાણા) તથા શાસ્ત્રી સ્વામી શ્રી વૃજવલ્લભદાસજી (રાજકોટ) બિરાજી સંગીતના સથવારે સંતો તથા હરિભકતોને પ્રભુ પ્રભાવિત કરશે. કથાનો શ્રવણ સમય બપોરે ૪ થી ૬-૧૫ અને રાત્રે ૯ થી ૧૧ નો રહેશે. તા. ૧૨ બુધવારે રાત્રે ૧૧ કલાકે ભગવાન ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ ઉજવાશે. તા. ૧૪ શુક્રવારના જળયાત્રા સાંજે પ કલાકે બાલાજી મંદિરેથી નીકળી મંદિરે આવશે.

પાટોત્સવનો કાર્યક્રમ આ મુજબ છે. અભિષેક સવારે ૬ થી ૭ સભા તથા કથા પુર્ણાહુતી સવારે ૮ થી ૧૧ શાકોત્સવ સવારે ૧૧ કલાકે પાટોત્સવના મુખ્ય યજમાન માધવજીભાઇ વશરામભાઇ નાદપરા તથા તેનો સમગ્ર નાદપરા પરિવાર છે.

આ પ્રસંગે લોએજ, કુંડળ, સાંકળી, રાજકોટ, જૂનાગઢ, વડતાલ, છારોડી, કણભા વગેરે દર્શન પ્રવચન આપશે. પાટોત્સવના પૂજનની વિધિ શાસ્ત્રીજી કૌશિકભાઇ ત્રિવેદી વેદોના મંત્રોચ્ચાર સાથે કરાવશે.

આ પ્રસંગે બાલાજી હનુમાન મંદિરના મહંત સ્વામી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી કોઠારી જેપી સ્વામી, કોઠારી જગતપ્રકાશદાસજી સ્વામી, પૂજારી સ્વામી શ્રી ભકતવત્સલદાસજી સ્વામી, બાલાજી મંદિરના પૂર્વ કોઠારી (કવિરાજ) પાર્ષદવર્ય શ્રી કાંતીભગત તથા પાર્ષદવર્ય શ્રી નયનભગત આ પ્રસંગને સફળ બનાવવાને જહેમત ઉઠાવી રહ્યા છે. શાકોત્સવની વ્યવસ્થામાં ખાસ આત્મજીવનદાસજી સ્વામી તથા પૂ.હરિપ્રસાદ સ્વામી વગેરે ઉપસ્થિત રહી સફળ બનાવશે. મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી દ્વારા નિમંત્રણ અપાયુ છે. સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશદાસજી (જામનગર) શાસ્ત્રી સ્વામી ભકિતપ્રસાદદાસજી (મેંદરડા) તથા શાસ્ત્રી સ્વામી શ્યામસુંદરદાસજી (ભોજપરા ગોંડલ) કરશે. તેમ મંત્રીશ્રી મનસુખભાઇ એમ.પરમારની યાદી જણાવે છે.

 

(12:09 pm IST)