રાજકોટ કાલાવાડ રોડ હરિહર સોસાયટી પાર્થ ઇલેકટ્રીક દુકાનમાંથી ટી-ટવેન્ટી વર્લ્ડ કપ મેચ પર સટ્ટો રમતા કેતન પટેલને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.જે.જાડેજાની ટીમે પકડ્યો
રાજકોટઃ ઇગ્લેન્ડ વિરૂધ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતી ટી ટ્વેન્ટી મેચ પર સટ્ટો રમતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચના રાજદિપસિંહ ગોહિલ તથા સ્નેહભાઇ ભાદરકાની બાતમી પરથી પકડી લેવાયો છે. પોલીસે કાલાવાડ રોડ, હરિહર સોસાયટી,પાર્થ ઇલેકટ્રીકની દુકાનમાંથી કેતન ધીરૂભાઇ વોરા-પટેલ (ઉવ.૩૪ ધંધો-ઇલેકટ્રીક રીપેરીંગ કામ, રહે. મહાદેવ વાળી શેરી, લક્ષ્મીનગર મેઇન રોડ રાજકોટ)ની ધરપકડ કરી રોકડા ૧.૯,૦૦૦ તથા મોબાઇલ ફોન-૧ રેડમી કંપની જેની કિ. ૧૦,૦૦૦ સાથે કુલ- રૂ।. ૧૯,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે. તે ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોનમાં આઇ.ડી.પર જુગાર રમાડતો હતો.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના અને પીઆઇ ક્રાઇમ વી.કે.ગઢવીની રાહબરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. રાજદિપસિંહ ડી. ગોહિલ, જયેશભાઇ પી. નિમાવત, ચેતનસિંહ વી. ચુડાસમા, હિતેન્દ્રસિંહ પી. ઝાલા, હેડકોન્સ, ભરતસિંહ પરમાર, કોન્સ.મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ બોરાણા તથા સ્નેહભાઇ ભાદરકા, તથા કુલદિપસિંહ બી.જાડેજા ધ્વારા આ કામગીરી કરવામા આવી છે.