રાજકોટ
News of Wednesday, 10th November 2021

વાણીયાવાડી બનશે જલારામ વીરપુરધામ

આરતી, ચરણપાદુકા પૂજન, કેક કટીંગ, પૂ.બાપાને થાળ ધરાશે : ભાવિકોને ગીરનારી ખીચડી, રોટલો પ્રસાદ અપાશે

રાજકોટ, તા. ૧૦ : વિશ્વવંદનીય સંત શિરોમણી પરમ પૂજય શ્રી જલારામબાપાની ૨૨૨મી જન્મજયંતિની શાનદાર ઉજવણી શ્રી જલારામ રઘુવંશી મિત્રમંડળ ૨/૨૩ વાણીયાવાડી જલારામ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવશે.

વાણીયાવાડી બનશે જલારામધામ - વીરપુરધામ. 'દુલો કે દાતાર તુ તો વીરપુરવાળા જલારામ જોગી'. જલારામ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા ઉજવવામાં આવનાર પ્રસંગોની રૂપરેખા આ મુજબ છે.

(૧) તા.૧૧ના ગુરૂવાર સવારે ૮:૩૦ વાગ્યે પૂ.જલારામબાપાની મંગળા આરતી તથા ચરણપાદુકા પૂજન અર્ચન.

(૨) બપોરના ૧૨:૩૦ કલાકે કેક કાપીને પૂજય બાપાનો જન્મદિવસ ઉજવવામાં આવશે.

(૩) બપોરે ૧ વાગ્યે બાપાનો થાળ તથા આરતી તીરૂપતિ ડેરી ફાર્મવાળા જયસુખભાઈ અનડકટના પરિવાર દ્વારા કરવામાં આવશે.

(૪) સાંજે ૬:૩૦ વાગ્યે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને તથા સરકારની ગાઈડલાઈનને અનુસરીને દર વર્ષની જેમ રાખવામાં આવતો મહાપ્રસાદ બંધ રાખવામાં આવેલ છે. તેને બદલે મહાપ્રસાદના પ્રતિકરૂપે (ભાગરૂપે) સર્વે જલારામભકતોને ગીરનારી ખીચડી તથા રોટલાનો ટુકડો પડીયામાં (વાટકામાં) પ્રસાદરૂપે આપવામાં આવશે.

આ પ્રસાદની શરૂઆત - પ્રારંભ - કોર્પોરેટર - કેતનભાઇ પટેલ - નિલેશભાઈ જળુ, જયમનભાઈ ઉપાધ્યાય, વિરેન્દ્રસિંહ ઝાલા, અનુપમભાઈ દોશી, કલ્પેશભાઈ બગડાઈ, રાજુભાઈ ખાંટ (સમર્પણ ગ્રુપ)ના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને શુભ પ્રારંભ કરવામાં આવશે.

(૫) સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, ડો.નિશાંતભાઈ ચોટાઈ, રીટાબેન કોટક, ડો.હિમાંશુભાઈ ઠક્કર, ધવલભાઈ ખખ્ખર, અશોકભાઈ હિંડોચા, એડવોકેટ બકુલભાઇ રાજાણી, હિતેષભાઈ પોપટ તથા ડો.ચેતનભાઈ હિંડોચાના હસ્તે રાખવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ ગીરધરભાઈ કુંડલીયા, મંત્રી હેમલભાઈ ઠકરારના માર્ગદર્શન હેઠળ નયનભાઈ ગંધા, ભીખુભાઈ સોમૈયા, મયુરભાઈ કુંડલીયા, રાજુભાઈ તન્ના (હરસિદ્ધિ), જયેશભાઈ ભીંડોરો, રાજેશભાઈ સી.તન્ના, દિપકભાઈ સવજાણી, રજનીભાઈ (લાલ હનુમાન), રાજુભાઈ સવજાણી, શૈલેષભાઈ (લાલન), પ્રકાશભાઈ શીંગાળા, અમીતભાઈ કુંડલીયા, સલ્લુભાઈ (લોન્ડ્રી), ઉમેશભાઈ, દિલીપભાઈ કોટેચા, જીતુભાઈ જાંબુવાળા, મુન્નાભાઈ હરી ઁ જાંબુવાળા તથા વાણીયાવાડીના લતાવાસી ભાઈઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:20 pm IST)