રાજકોટ
News of Wednesday, 10th November 2021

રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે : બંધ બારણે ચર્ચા

સતત વિવાદથી ઘેરાયેલ બી-ગ્રેડની યુનિવર્સિટીમાં : કુલપતિ - કુલનાયક સાથે દોઢ કલાક ચર્ચા કરતા અનેક તર્કવિતર્ક

રાજકોટ તા. ૧૦ : સતત વિવાદમાં રહેતી બી-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઇકાલે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા ઓચિંતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ બંધ બારણે દોઢ કલાક સુધી મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા ગઇકાલે બપોરે કુલપતિ નિતીનભાઇ પેથાણીની ઓફિસમાં ગયા હતા. જ્યાં તેઓએ પ્રથમ ૪૫ મિનિટ સુધી ચર્ચા કરી હતી. બાદ કુલનાયક વિજય દેસાણી સાથે પણ ચર્ચા કરી હતી. સતત વિવાદમાં રહેતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ - કુલનાયક - સિન્ડીકેટ સભ્યથી સરકાર અને ભાજપ મોવડી મંડળ નારાજ હોય અને કેટલાક આકરા પગલા તોળાય રહ્યાની આશંકાએ રામભાઇ મોકરિયાની મુલાકાત સુચક ગણાય છે.

(3:17 pm IST)