રાજકોટ
News of Wednesday, 10th November 2021

પંચનાથ હોસ્પિટલ સાથે વિવિધ સંસ્થાઓ, કંપનીઓના MOU

આચાર્ય, શિક્ષક, કલાર્ક, બસ ડ્રાઈવર, સ્ટાફને ૧૦ટકા વળતર આપવાના કરારઃ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કાર્ડ ઈસ્યુઃ નાગરીક બેન્કના સભાસદો, કર્મચારીઓને તમામ પરીક્ષણો ૫૦ ટકામાં કરી અપાય છેઃ વિમા કંપનીઓની પણ માન્યતા

રાજકોટઃ સમય જેમ જેમ સરીતાની જેમ સરકી રહ્યો છે તેમ તેમ  રાજકોટ શહેરની જનતામા શ્રી પંચનાથ હોસ્પિટલનો મેડીકલ ક્ષેત્રેના કાર્યમાં વધારો જોવા મળી રહયો છે અને બહુજ ટૂંકા ગાળામાં અનેક સંસ્થાઓ જેમકે સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, સહકારી બેંકો, નાના મોટા ઔદ્યોગિક એકમો, સામાજીક સંસ્થાઓ, મહાજનો તેમજ અલગ અલગ જ્ઞાતિના મહામંડળોએ તેમના કર્મચારીઓ કે સભ્યો માટે નજીવા દરે સચોટ નિદાન અને શ્રેષ્ઠ  સારવાર મળી શકે તે ઉદેશથી હોસ્પિટલ તંત્ર સાથે સંકલન અને સમન્વય થકી એમ.ઓ.યુ. કરવામા આવ્યા છે જેનો લાભ અનેક લોકો મેળવી રહ્યા છે.

તાજેતરમાં જ રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તેમના તમામ સભ્યો જેમ કે આચાયો, સહાયક આચાર્યોઓ, શિક્ષકો, કલાર્કો, બસ ડ્રાઇવરો, સબ સ્ટાફ સભ્યો ૧૦ ટકા વળતર આપવા માટે કરાર કરવામાં આવ્યા છે. વહીવટી સુગમતા જળવાઈ રહે તે હેતુથી દરેક સભ્યોને સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે જે સભ્યોને આ પ્રકારનુ કાર્ડ મેળવવાનુ બાકી હોય તેને મોનલ શુકલનો મો. ૯૯૨૫૦ ૧૧૩૦૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

આ ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. ના તમામ  સભાસદો કર્મચારીઓને માત્ર ને માત્ર  પરિક્ષણોના બીલની રકમના ૫૦્રુ અથવા તો નાણાકીય વર્ષ (એપ્રિલ થી માર્ચ) દરમ્યાન વધુ મા વધુ ૧૦૦૦  રૂપિયા સુધી વળતર આપવામા આવે છે. જે અંતર્ગત લેબોરેટરી, એકસ-રે, સીટી સ્કેન, સોનોગ્રાફી, ઈકો કાર્ડીયોગ્રામ તેમજ તમામ પ્રકારના નિદાન પરિક્ષણમાં નાગરીક બેંકના સભાસદોને લાભ આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ  પોતાનુ આઇડી કાર્ડ રજુ કરીને (ઝેરોક્ષ નકલ સાથે રાખવી જરૂરી છે) ૧૦ ટકા ડીસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકે છે. સૌરાષ્ટ્ર યુનિ.ના  વાઈસ ચાન્સલર શ્રી નિતીનભાઈ પેથાણી, અને શ્રી વિજયભાઈ દેશાણીની હાજરીમાં એમઓયુ કરવામાં આવેલ છે.

અનેક વિમા કંપનીઓએ વિમો લેતા પહેલા કરવામાં આવતા જરૂરી તમામ  પરિક્ષણો માટે પંચનાથ હોસ્પિટલને માન્યતા આપેલ છે જેમાં હેલ્થ ઇન્ડીયા, યુનાઇટેડ હેલ્થ, હેલ્થ એસયોર મેડીવીલ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીનો સમાવેશ થાય છે જે અંતર્ગત ટાટા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, મેકસ, લાઈફ, બજાજ, કોટક, બીઓબી વગેરે કંપની ઓ પાસે વિમો લેવા માંગતા લોકોએ તમામ નિયત કરેલ પરિક્ષણ પંચનાથ હોસ્પિટલમાં કરવાના રહે છે.

તદ્દઉપરાંત ગુજરાત રાજય સરકાર સંચાલીત ગુંદાવાડી શ્રી પદ્મકુંવરબા હોસ્પિટલ આથિઁક રીતે નબળા જણાતા  દર્દીઓના જરૂરી તમામ લોહી તથા યુરીનના  તથા રેડીયોલોજી પરિક્ષણો માટે પંચનાથ હોસ્પિટલમાં મોકલે છે જેનો તમામ ખર્ચ રાજય સરકાર દવારા આપવામાં આવે છે તેવીજ રીતે રાજય સરકારના એસ.ટી. નિગમના તમામ  કર્મચારીઓને હોસ્પિટલમાં થયેલ તમામ ખર્ચના બીલની રકમ એસ ટી નિગમની કચેરીમા રજુ કર્તાની સાથે જ પરત મળી જાય છે.

શ્રી સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ મહામંડળ રાજકોટના પ્રમુખશ્રી ધીરુભાઈ ઘઘડા તેમજ રાજકોટ મોઢ વણિક મહાજનના હોદ્દેદારોએ પણ પોતાના જ્ઞાતિજનો માટે નજીવા દરે સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર મળી શકે તે ઉદેશથી હોસ્પિટલ તંત્ર સાથે એમ.ઓ.યુ. કરેલ છે. તેમજ શ્રી પ્રશાંત ચોકસી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પંચનાથ હોસ્પિટલ ખાતે નેત્ર નો કેમ્પ આયોજીત કરવામાં આવેલ.

દાર્શનીક રીતે નિદાન અને સારવારના દર અન્ય કરતા ઘણા ઓછા છે જ તેમા જે તે સંસ્થાઓ થકી એમ.ઓ.યુ. કરવામા આવે તો સામાન્ય રીતે ૩૦ થી ૪૦ ટકા જેટલી રાહત થતી જોવા મળે છે.

અત્યાર સુધીમાં રાજકોટ   નાગરિક સહકારી બેન્ક, સરોવર પોટિકો હોટલ, સૌરાષ્ટ્ર પેપર બોર્ડ, માર્ક બેરીંગ (શાપર વેરાવળ), સરકારી પ્રેસ રાજકોટ,  રાજકોટ નાગરીક સાહકારી બેંકના  કર્મચારીઓ માટે હોલ બોડી ચેકઅપ કેમ્પ ગોઠવવામાં આવેલ હતા તેમા ઘણા કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ કરાવેલ હતુ અને તેઓને હોસ્પિટલ દ્વારા નિમાયેલા ફીઝીશીયન કાર્ડિયોલોજીસ્ટ  ડાયેટીશીયન તથા સ્ત્રી રોગના નિષ્ણાત તબીબ દ્વારા સચોટ નિદાન સાથે આવેલા પરિક્ષણો પર સ્પષ્ટ અને સંતોષકારક રીતે સમજણ આપવામાં આવેલ હતી.

શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ (મો.૯૮૨૪૪ ૦૭૮૩૯), માનદમંત્રીશ્રી મયૂરભાઇ શાહ, કોષાધ્યક્ષ શ્રી ડી.વી. મહેતા, ટ્રસ્ટીઓ ડો.રવિરાજ ગુજરાતી, વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદીપભાઇ ડોડીયા, જૈમીન ભાઇ જોષી, નિતીનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઇ પટેલ, જેવા સેવાભાવી આગેવાનો રાજકોટની વધુમા વધુ સંસ્થાઓ હોસ્પિટલ સાથે ટાઇ-અપ થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી રમીઝભાઇ જીવાણી ૯૦૩૪૯ ૪૯૪૮૩ શ્રીમતી ધૃતિબેન ધડુકનો હોસ્પિટલ પર અન્યથા લેન્ડ લાઇન નંબર ૦૨૮૧/૨૨૩૧૧૫-૨૨૨૩૨૪૯ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદી મા જણાવેલ છે.

(3:17 pm IST)