રાજકોટ
News of Wednesday, 10th November 2021

મનપામાં કલીનર કમ જૂનીયર ફાયરમેનની જગ્યા ભરવા કવાયતઃ આજથી પ્રેકટીકલ પરીક્ષાનો પ્રારંભ

રાજકોટઃ. મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાની કલીનર કમ જૂનીયર ફાયરમેન સંવર્ગની કુલ ૨૫ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવેલ. જેમાં કુલ ૬૭૩૧ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવેલ. જે અન્વયે કલીનર કમ જૂનીયર ફાયરમેન સંવર્ગની કુલ ૨૫ જગ્યાઓ માટે પ્રેકટીકલ ટેસ્ટનું આયોજન આજથી તા. ૧૦થી તા. ૨૦ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં પ્રેકટીકલ ટેસ્ટના પ્રથમ દિવસે એટલે કે તા. ૧૦ના રોજ પ્રેકટીકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલ કુલ ૬૦૦ ઉમેદવારોમાંથી કુલ ૨૫૦ ઉમેદવારો પ્રેકટીકલ ટેસ્ટ માટે હાજર રહેલ. જેમાં ઉમેદવારોના વજન, ઊંચાઈ અને છાતીની ચકાસણી કરવામાં આવેલ. તેમજ ૧૦૦ મીટર સ્વીમીંગ ટેસ્ટ ઉપરાંત ડીપ ડાઈવિંગ ટેસ્ટ, રોપ કલાઈમ્બીંગ ટેસ્ટ (દોરડુ પકડી ઉપર ચડવાનો ટેસ્ટ), ૧૦૦ મીટર રનીંગ વિથ હોઝ પાઈપની પરીક્ષા આપી રહ્યા છે તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:16 pm IST)