રાજકોટ
News of Wednesday, 10th November 2021

કાલે જાગનાથ મંદિર ચોકમાં મહાઆરતી- બુંદી- ગાંઠીયાના પેકેટ, રોટલો- માખણના પ્રસાદનું વિતરણ

રઘુવંશી પરિવાર દ્વારા આયોજનઃ સરકારી નિયમોનું સંપૂર્ણપણે પાલન કરાશે

રાજકોટ,તા.૧૦: રઘુવંશી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ જાગનાથ મંદિરના ચોકમાં તા.૧૧ને ગુરૂવારના રોજ ૨૨૨ મી જલારામ જયંતિ ઉજવવામાં આવશે.

કોવિડની ગાઈડ લાઈન મુજબ આ વખતે કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે કોવિડની ગાઈડલાઈન મુજબ  પહેલા બહેનો દ્વારા આરતી સુશોભનનો કાર્યક્રમ છે. ત્યારબાદ સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી થશે. દરેક ભાવિકને બુંદી- ગાંઠીયાના પેકેટ અને જલારામ બાપાનો પ્રીય પ્રસાદ રોટલો સાથે માખણ આપવામાં આવશે. સાથો- સાથ ભજન- કિર્તનની રમઝટ જામશે.

તેમા સંસ્થાના આગેવાન પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠ્ઠલાણી, હસુભાઈ ભગદેવ, સુરેશભાઈ ચંદારાણા, શૈલેષભાઈ પાબારી, જેષ્ઠારામભાઈ ચતવાણી, કેતનભાઈ પાવાગઢી, કલ્પેશભાઈ તન્ના, વિપુલભાઈ મણીયાર વિગેરે દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૌશીકભાઈ મનસતા, વિપુલભાઈ કારીયા, ઉમેશભાઈ સેદાણી, મેહુલભાઈ નથવાણી, પીન્ટુભાઈ માણેક, અશ્વિનભાઈ જોબનપુત્રા, બલરામભાઈ કારીયા, ધર્મેશભાઈ વસંત, અમિતભાઈ દક્ષીણી, ધવલભાઈ કાછેલા, મોહિતભાઈ નથવાણી, રાજભાઈ વિઠ્ઠલાણી, શ્યામલભાઈ વિઠ્ઠલાણી, જતીનભાઈ દક્ષીણી, મહેન્દ્રભાઈ જીવાણી, હિમાંશુભાઈ, ડો.હાર્દિકભાઈ રૂપારેલીયા, હિતેષભાઈ ગઢેચા, પૂર્વ મામલતદાર ભરતભાઈ રૂપારેલીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.  કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરવા માસ્ક પહેરી રાખવા યાદીના અંતમાં જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:43 pm IST)