રાજકોટ
News of Wednesday, 10th November 2021

રૂ. આઠ લાખનો ચેક પાછો ફરવાના કેસમાં મુંબઇના વણીક શખ્સને એક વર્ષની સજા

 રાજકોટ તા. ૧૦: રૂ. ૮,૦૦,૦૦૦-(આઠ લાખ) ના ચેક રીર્ટન કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે, રાજકોટના રહીશ ચંદુભાઇ તખુભા ડાભી પાસેથી મુંબઇ રહેવાસી જયંત હસમુખલાલ કોઠારી રહે. ર૦ર, ન્યુ કૈલાશ મેન્શન દેરાસર લેન્ડ ઘાટકોપર (ઇષ્ટ) મુંબઇના એ ફરિયાદી પાસેથી મોટી રકમ હાથ ઉછીની લીધેલ જે લેણી રકમ પેટે રૂ. ૮,૦૦,૦૦૦-૦૦ નો ન્યુ ઇન્ડીયા કો. ઓપ. બેન્ક લી.નો મુંબઇનો ચેક આપેલ અને ચેક આપતી વખતે વચન અને વિશ્વાસ આપેલ કે આપેલ ચેક સ્વિકારાઇ જશે જેથી ફરિયાદી એ ચેક સ્વિકારેલ. જે ફરિયાદીએ બેન્કમાં ભરતા તા. પ-૮-ર૦૧૬ના રોજ અપુરતા ભંડોળના કારણે પરત ફરેલ. આથી ફરીયાદી એ તેઓના વકીલ મારફત નોટીસ આપેલ જે નોટીસ બજી જવા છતાં ચેકની રકમ ચુકવેલ નહીં. જેથી ફરિયાદી એ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ તળે ફરિયાદ દાખલ કરેલ. જેને સમન્સ બજી ગયેલ અને આરોપી હાજર થયેલ કેસ ચાલી જતા દસ્તાવેજી પુરાવાઓ તથા ફરિયાદીના વકીલની દલીલો ધ્યાને લઇ અદાલત ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી પડીયાએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ એક માસની અંદર ચુકવવાનો હુકમ કરેલ છે. અને જો રકમ ન ચુકવે તો ૬ માસની વધુ સજાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરિયાદી વતી ધારાશાસ્ત્રી રાજેષ એચ. પટેલ તથા બિનેશ એચ. પટેલ રોકાયેલ હતા.

(2:41 pm IST)