રાજકોટ
News of Wednesday, 10th November 2021

સિવિલ હોસ્પિટલ કે મેડીકલ કોલેજને લગતા પ્રશ્નો મોકલોઃ જયંત ઠાકર

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટ મેડીકલ કોલેજના કાઉન્સેલર જયંત ઠાકરની યાદીમાં જણાવાયું છે. સૌરાષ્ટ્રને મુખ્ય અદ્યતન સુવિધાવાળી રાજકોટ સિવીલ હોસ્પિટલને સ્પર્શતા વિવિધ પ્રશ્નો કે જે અણઉકેલ હોય તેવા પ્રશ્નો આગામી તા.૧૫ સુધીમાં મોકલવા અપીલ કરાઈ છે.

લાઈટ, ગટર, પાણી, સફાઈ સહિત નર્સીંગ સ્ટાફ અને ડોકટરો કે જેઓ દર્દીઓ સાથે બેહુદા ગેરવર્તન કરતા હોય તે અંગે વિગતવાર લેખીત નકલ (બે) મોકલવી આ અંગે રાજકોટ સિવિલ અધિક્ષક ડો.આર.એન. ત્રિવેદી તેમજ રાજકોટ મેડીકલ કોલેજ ડીન. સામાણી સમક્ષ રજૂઆત કરવાની હોય ફરીયાદ મોકલવા જયંત ઠાકર રાજકોટ મહાનગર પાલીકા ભાજપ કાર્યાલય મંત્રી મો.૯૮૨૪૮ ૨૬૭૨૮નો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(2:37 pm IST)