રાજકોટ
News of Wednesday, 10th November 2021

મગફળી ખરીદીઃ રાજકોટ શહેર-જીલ્લામાં આજે ખેડૂતો સવારથી ઉમટયાઃ ૮૦ ખેડૂતો લાઇનમાં: કાલ કરતા ધસારો વધ્‍યો

કાલથી SMS વધુ મોકલાશેઃ પોલીસનો ચૂસ્‍ત બંદોબસ્‍તઃ મગફળીનું સતત ચેકીંગ

રાજકોટ તા. ૧૦ :.. રાજય સરકાર દ્વારા ચાલતી મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે. ગઇકાલ કરતા રાજકોટ સહિત રાજયભરમાં આજે ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડયાના રીપોર્ટ આવ્‍યા છે.
રાજકોટ જીલ્લા પુરવઠા તંત્ર-પુરવઠા નિગમ દ્વારા આજના માટે શહેર-જીલ્લાના ૧૩ કેન્‍દ્રો ઉપર મગફળી ખરીદવા ગઇકાલે ર૭૦ એસએમએસ કરાયા હતા, અને આજે ખેડૂતોનો ઘસારો વધ્‍યો છે, સવારે ૧૦ સુધીમાં દરેક કેન્‍દ્ર થઇને ૮૦ જેટલા ખેડૂતો પોતાની મગફળી વેચવા ઉમટી પડયા છે, બપોર ૧ર સુધીમાં તો આ આંકડો વધી જશે.
ડીએસઓ શ્રી માંગૂડા અને મામલતદારશ્રી સખીયાએ ‘અકિલા' ને જણાવ્‍યું હતું કે કાલે વધુ એસએમએસ. મોકલાશે, સવારે ૮ વાગ્‍યાથી ખરીદી શાંતિપૂર્ણ ચાલી રહી છે, ભેજ તથા અન્‍ય બાબત થઇને મગફળીનું ચેકીંગ પણ સતત ચાલુ છે, પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત રખાયો છે, કુલ પ૭ હજારથી વધુનું  આ બાબતે રજીસ્‍ટ્રેશન થયું છે.

 

(11:24 am IST)