રાજકોટ
News of Wednesday, 10th November 2021

મેયરે અઠવાડીયા પહેલા મીટીંગમાં દબડાવ્યા બાદ તંત્ર જાગ્યુ : ફૂલછાબ ચોક સહિતના રાજમાર્ગો પરથી માંસ, મટન અને ઈંડાની લારીઓનું દબાણ દૂર કરાયુ

રાજકોટ : મેયર પ્રદિપ ડવે ઍક સપ્તાહ પહેલા અધિકારીઓની મીટીંગ યોજી શહેરના મુખ્ય રાજમાર્ગો તેમજ સ્કુલ, કોલેજ પાસે ઉભી રહેતી માંસ, મટન, ઈંડાની લારીઓનું દબાણ દૂર કરવા કડક સુચના આપી હતી : દરમિયાન જગ્યા રોકાણ વિભાગે ફૂલછાબ ચોક તેમજ આસપાસના રોડ પરથી માંસ, મટન, ઈંડાનું વેચાણ કરતી લારીઓ જપ્ત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

(6:25 pm IST)