News of Saturday, 10th November 2018
નટરાજનગર પાસે આવાસ કવાર્ટરમાં ચોથા માળેથી રમતાં-રમતાં પડી જતાં બે વર્ષના પ્રિન્સનું મોત
રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર નટરાજનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૪૨૦માં રહેતાં ભાવેશભાઇ મકવાણાનો પુત્ર પ્રિન્સ (ઉ.વ.૨) ભાઇબીજની બપોરે દોઢેક વાગ્યે ઘરના ચોથા માળે ગેલેરીમાં રમતો-રમતો અકસ્માતે નીચે પડી જતાંં માથામાં ગંભીર ઇજા થતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. યુનિવર્સિટી પોલીસને ડો. દેવલ ઓડેદરાએ જાણ કરતાં પીએસઆઇ કે. જે. વાઘોશીએ જરૃરી કાર્યવાહી કરી હતી.
(12:53 pm IST)