રાજકોટ
News of Thursday, 10th October 2019

કાલાવડ રોડ રૂડાનગરમાં એડવોકેટ કિરીટભાઇ ચૌહાણના ઘરમાં રૂ. ર૮ હજારની ચોરી

દસ દિવસ પહેલા તસ્કરો બારોટ પરિવારને ઉંઘતા રાખી રોકડ તથા ઘરેણા ઉઠાવી ગયા

રાજકોટ તા.૧૦ : કાલાવડ રોડ પર રૂડાનગર શેરી નં. ૧માં રહેતા વકીલ પરિવારને ઉંઘતા રાખી તસ્કરો મકાનમાંથી રોકડ તથા ઘરેણા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૂડાનગર-૧ શેરી નં. ૧૦ બ્લોક નં. ર૬૮માં રહેતા વકીલ કીરીટભાઇ ત્રિકમભાઇ ચૌહાણ (ઉ.૩પ) ગત તા.૧ ના રોજ રાત્રે પોતાના ઘરની અગાશી પર સુતા હતા તેની બાજુમાં તેના પિતા સુતા હતા બીજા દીવસે સવારે પિતા ત્રીકમભાઇએ પોતાને જગાડેલ અને કહેલ કે 'આપણા ઘરમાં ચોરી થઇ છે' તેમ કહેતા કિરીટભાઇ ચૌહાણ તાકીદે નીચે આવી જોતા ઘરમાં સામાન વેરવીખેર પડયો હતો. અને તપાસ કરતા રૂ.૪પ૦૦ ની કિંમતના  મોબાઇલ ફોન પિતાના રૂમમાં પાકીટમાંથી રૂ.૪૧પ૦ રોકડા બાદ પોતાના રૂમના કબાટમાંથી ચાંદીના બે જોડી કડલા, લક્કી, સોનાની વીંટી, બે ઓમકાર, તથા રૂ.૧૦ હજાર રોકડા મળી કુલ રૂ.ર૮૬પ૦ ની મતા ચોરી ગયા હતા બાદ આ અંગે ગઇકાલે કિરીટભાઇ ચૌહાણે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એસ.આર. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)