રાજકોટ
News of Thursday, 10th October 2019

કલેકટર દ્વારા બીનખેતીમાં પ્રથમ ઓપન હાઉસ સેંકડો એકર જમીન છૂટીઃ હાથોહાથ ઓર્ડર અપાયા...

રાજકોટ : રાજકોટના નવા કલેકટર શ્રી રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યા બાદ પારદર્શક વહીવટનો નિર્દેશ આપી દીધો છે, તેની પ્રતિતિ ગઇકાલે કરાવી હતી, ગઇકાલે બપોરે ૪ાા વાગ્યે કલેકટર કચેરી ખાતે તમામની ઉપસ્થિતીમાં બીનખેતી ઓપન હાઉસ યોજયું હતું અને ચુકાદા - ઠરાવ આપી સેંકડો એકર જમીન અંગે ઠરાવો-હુકમો-ચુકાદા આપી જમીનો છૂટી કરાઇ હતી. કુલ ૪૧જેટલી અરજીઓ આવી હતી, જેમાં બીનખેતીની રપ ફાઇલો હતી, આ ઉપરાંત સીટીઝનશીપની -૮, એફઆરએ-૩, જેટકો-ર, પ્રિમીયમને લગતી-૧, અને અન્ય-૩, ફાઇલો અંગે ઓર્ડરો અપાયા હતાં. કુલ ૩૪ લાભાર્થીઓ હાજર રહ્યા હતાં.  તસ્વીરમાં કલેકટરશ્રી રેમ્યા મોહન ત્થા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા દ્વારા લાભાર્થીઓને બીનખેતીના હુકમો હાથોહાથ અપાયા તે નજરે પડે છે.

(3:48 pm IST)