રાજકોટ
News of Thursday, 10th October 2019

જેસીઆઈ રાજકોટ યુવા, જેસીરેટ વીંગ અને જે.જે. વીંગ દ્વારા શરદપૂનમે ગરબા મહોત્સવ

લાઈવ ઓરકેસ્ટ્રા જમાવટ કરશેઃ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વિ.ઈનામો અપાશે

રાજકોટ,તા.૧૦: જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા તા.૧૩ના રવિવારે નીલ દા ધાબા (મીન્ટ હોટલ, એરપોર્ટ રોડ, હનુમાન મઢી નજીક) ખાતે લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ગરબા મહોત્સવનું આયોજન થશે. જેમાં જેસી, જેસીરેટ, જેજે, જેસીલેટ અને આમંત્રીત મહેમાનો રાસે રમશે. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ ઓફ ધ બેસ્ટ વેલ પ્લે, વિ.ઈનામો અપાશે. ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે ભાગ લેવા યાદીમાં જણાવાયું છે. વિજેતાઓને એવોર્ડથી સન્માન કરવામાં આવશે.આ ડીજે ડાંડીયામાં મહેમાનો હાજરી આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રચના રૂપારેલ, સેન અશ્વિન ચંદારાણા, ગીરીશ ચંદારાણા, મિતેશ પટેલ, ચિરાગ દોશી, વિશાલ પંચસરા, મનીષ પલાણ, રાખી દોશી, શીલુ ચંદારાણા, ક્રિના માંડવીયા જહેમત ઉઠાવશે. આ સંસ્થાના સભ્ય બનવા તેમજ વધુ માહિતી માટે ફોન નં.૦૨૮૧- ૨૨૩૭૧૪૯, જેસીઆઈ રાજકોટ યુવા, બી- ૩૦૩ પુજા કોમ્પલેક્ષ, હરીહર ચોક, સદર બજાર, રાજકોટ ખાતે સંપર્ક કરવો.

તસ્વીરમાં સંસ્થાના આગેવાનો ગીરીશ ચંદારાણા, રચના રૂપારેલ મો.૮૯૮૦૬ ૬૯૯૫૭, શીલુ ચંદારાણા, મધુ સોની અને સંગીતા રાજાણી નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:48 pm IST)