રાજકોટ
News of Thursday, 10th October 2019

કાલે કારડીયા રાજપૂત સમાજના બહેનો માટે રાસોત્સવ

રાજકોટ : શ્રી કારડીયા રાજપૂત સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તાર દ્વારા આવતીકાલે તા.૧૧ના શુક્રવારે રાત્રીના ૮ વાગ્યાથી ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ (ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ) ખાતે જ્ઞાતિના બહેનો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ફકત બહેનો માટેના આયોજીત આ રાસોત્સવને સફળ બનાવવા સર્વશ્રી કારડીયા રાજપૂત સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ હેમેન્દ્રભાઈ વીરજીભાઈ, ઉપપ્રમુખ જયસુખભાઈ રણજીતભાઈ રાઠોડ, પ્રવિણભાઈ ગોપાલભાઈ હેરમા, મંત્રી જશવંતસિંહ સીદીભા ડોડીયા, ખજાનચી જયેશભાઈ નાથાભાઈ ડોડીયા, કાર્યાલયમંત્રી ધીરૂભા ભીમભા રાઠોડ, આગેવાન પ્રસુખસિંહ રામભા ડોડીયા, વિનોદભાઈ માવજીભાઈ ચિંધ્ય, પરેશભાઈ નાથાભાઈ પરમાર નજરે પડે છે.

(3:42 pm IST)