રાજકોટ
News of Thursday, 10th October 2019

નિરાધાર દીકરીના કન્યાદાનનું પુણ્ય અશ્વમેધ યજ્ઞ કરતા પણ વધુ

વહાલુડીના વિવાહની તડામાર તૈયારઃ ૨૨ દિકરીઓની પસંદગી

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા વહાલુડીના વિવાહની પૂર્વ તૈયારી માટે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત શ્રેષ્ઠીઓની તસ્વીર

રાજકોટ,તા.૧૦: ગત વર્ષ ૨૦૧૮ માં દેશ-વિદેશમાં પોતાની સેવા પ્રવૃતિથી ખ્યાતિપ્રાપ્ત બનેલ ''દીકરાનું ઘર'' વૃદ્ઘાશ્રમ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨

દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ 'વહાલુડીના વિવાહ'' યોજાયો હતો. ૨૧-૨૨ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ ફરી એક વખત ભવ્ય લગ્નોત્સવ યોજાવા જઈ રહયો છે ત્યારે આ અંગેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. ચાલુ સાલ ૪ર થી વધુ નિરાધાર દીકરીઓની અરજી આવેલ. જેમાંથી ૨૨ દીકરીઓની પસંદગી કરવામાં આવેલ છે. આ પસંદ થયેલ ૨૨ દીકરીઓની ઉપસ્થિતિમાં કાવેરી હોટલ ખાતે શહેર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શહેરના જાણીતા કરવેરા સલાહકાર ધીરેનભાઈ લોટીયાના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી

જેમાં જાણીતા ઉધોગપતિ વિઠલભાઈ ધડુક, ભુપતભાઈ બોદર, રાજકોટ બિલ્ડર એર્શોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા, જાણીતા બિલ્ડર ધીરૂભાઈ રોકડ શહેરનાં જાણીતા તબીબ ડો.મયંકભાઈ ઠકકર, ઉધોગપતિ શિવલાલભાઈ આદ્રોજા, યુવા અગ્રણી પ્રશાંતભાઈ લોટીયા, ઉદ્યોગપતિ રાજેશભાઈ કાલરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

ધીરૂભાઈ રોકડે જણાવ્યું હતું કે કોઈ નિરાધાર દીકરીનાં આંસુ લુંછવા, તેનું કન્યાદાન કરવું એ તો એક અશ્વમેદ્ય યજ્ઞના પુણ્ય બરાબર છે.

મિટિંગના પ્રારંભે કાર્યક્રમનું દીપ પ્રાગટય ધીરેનભાઈ લોટીયા - પ્રશાંતભાઈ લોટીયાએ કર્યું હતું. આ પ્રસંગે ર૨ દીકરીઓ ઉપસ્થિત રહી હતી. જેને સમગ્ર આયોજનની રૂપરેખા આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મુકેશ દોશી અને ડો.ભાવનાબેન મહેતાએ કરેલ.

સમગ્ર આયોજન શહેર શ્રેષ્ઠી મૌલેશભાઈ ઉકાણીનાં અધ્યક્ષસ્થાને યોજાનાર છે. જેમાં જાણીતા બિલ્ડર ભાવેશભાઈ પટેલ, વેજાભાઈ રાવલીયા, અરવિંદભાઈ દોમડીયા, જીતુભાઈ બેનાણી, રામભાઈ મોકરીયા, મનીષભાઈ માદેકા, મેહુલભાઈ રૂપાણી, અમીતભાઈ ભાણવડીયા, સુરેશભાઈ નંદવાણા, રમેશભાઈ ટીલાળા, ખોડુભા જાડેજા, ડી. વી. મહેતા સહિતના સેવા આપનાર છે.

આયોજન મુકેશ દોશીના નેતૃત્વ હેઠળ પ્રતાપભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, વલ્લભભાઈ સતાણી, ડો.નિદત બારોટ, સુનિલ વોરા, નલિન તન્ના, સુનીલ મહેતા, ડો.શૈલેષ જાની, હસુભાઈ રાચ્છ, હરેશભાઈ પરસાણા, અશ્વિનભાઈ પટેલ, પ્રવિણ હાપલીયા, રાકેશ ભાલાળા, હેમલભાઈ મોદી, હરેનભાઈ મહેતા, કિરીટભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, હરદેવસિંહ જાડેજા સહિતના ૨૫૧ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(3:41 pm IST)