રાજકોટ
News of Thursday, 10th October 2019

વોર્ડ નં.૧૧માં શાસ્ત્રીનગરમાં પ્રાચીન ગરબીનું સમાપન : લ્હાણી વિતરણ

રાજકોટ : અહિંના વોર્ડ નં.૧૧માં સમાવેશ થતા શાસ્ત્રીનગર સોસાયટીમાં નવરાત્રી-૨૦૧૯ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ગરબી મંડળ આપણી સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન ગરબી યોજે છે. ચાલુ વર્ષ ૯૦ બાળાએ આ ગરબા મંડળમાં ભાગ લીધેલ. નવરાત્રી દરમિયાન દરરોજ બાળાને લ્હાણી તેમજ નવમા નોરતે શાસ્ત્રીનગર ઓનર્સ સર્વિસ એસો. દ્વારા બ્રેકફાસ્ટ મેકર, માહી ગ્રુપ દ્વારા દરેક બાળાને સોનાનો દાણો આપવામાં આવેલ. આ ગરબા મંડળ છેલ્લા વીસ વર્ષથી વોર્ડ ૧૧ના કોર્પોરેટર તેમજ સોસાયટીના પ્રમુખ ઘનશ્યામસિંહ એ. જાડેજાના માર્ગદર્શનથી ચલાવવામાં આવે છે. સોસાયટીના કારોબારી સભ્યો કે.બી.રાણા, કૌશિકભાઈ પાઠક ભુપેન્દ્રસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, મીનાક્ષીબેન ત્રિવેદી, અમિતભાઈ પંચાલ, હાર્દિકભાઈ ટાંક, ચંદ્રશેખરસિંહ પરમાર, ધવલ વ્યાસ, જયેશભાઈ ટાંક વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ગરબા મંડળમાં સુરનો સથવારો વિજયભાઈ અનડકટ, મનીષાબેન બુદ્ધદેવ, મુકેશ ગોસાઈ, જીજ્ઞેશ દવેએ પૂરો પાડેલ તેમજ બાળાને કોરીયોગ્રાફી, ઉષાબેન સોલંકી, આરતીબેન ગોસાઈ, હેમાક્ષીબેન સોલંકી, દેવહુતીબેન સોલંકી દ્વારા પૂરી પાડવામાં આવી. નવરાત્રી દરમિયાન દરરોજ એનાઉન્સીંગની જવાબદારી વિજયભાઈ ગોસ્વામીએ સંભાળેલ. તેમજ ગરબી મંડળની સંપૂર્ણ કોર્ડીનેશન જયદીપગીરી ગોસ્વામીએ પૂરૂ પાડેલ. આ ગરબા મંડળને સફળ બનાવવા માટે રાજુભાઈ ટાંક, ધર્મેશ સોલંકી, પ્રફુલ જોષી, જીતેન્દ્રભાઈ ચાવડા વગેરેએ જહેમત ઉઠાવેલ.

(3:39 pm IST)