રાજકોટ
News of Thursday, 10th October 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા સામાકાંઠે હોર્ડીંગ બોર્ડ હટાવાયા : માથાકુટના દ્રશ્યો

મંજુરી વિના લગાવવામાં આવેલ મોબાઇલ કંપનીના પાંચ સ્થળોએથી બોર્ડ દૂર કરાયાઃ એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ૧૦ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં મંજુરી વિના લગાવવામાં આવેલ મોબાઇલ કંપનીના બોર્ડ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓ અને કોર્પોરેશનના કર્મચારી વચ્ચે માથાકૂટના દૃશ્યો જોવા મળ્યા. આ અંગે મ્યુ. કોર્પોરેશનના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ ઇસ્ટ ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર મંજુરી વિના લગાવવામાં આવેલ ઓપો-વીવો કંપનીના હોર્ડીંગ બોર્ડ ક્રિષ્ના મોબાઇલ-પેડક રોડ-રપ૦ ચો.ફુટ, ખોડલદીપ મોબાઇલ-આશ્રમ રોડ-૧૧૬ ચો.ફુટ, ઓનેસ્ટ મોબાઇલ-પેડક રોડ-૬૦ ચો.ફુટ,  પુરૂષાર્થ ઓટો-કુવાડવા રોડ-રપ૦ ચો.ફુટ, શિવશકિત મોબાઇલ-પેડક રોડ-પરર ચો.ફુટ, સહિતના પાંચ સ્થળેએથી હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:38 pm IST)