રાજકોટ
News of Thursday, 10th October 2019

શિક્ષણ સમિતિની શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગના સાધનો વસાવાશે

સભ્યોના માનદ્દ વેતન વધારો, સંત્રાત પરિક્ષાનું આયોજન શાળા નં. ૧૯ નું નવું બિલ્ડીંગ બનાવવા સહિતની દરખાસ્તોને સમિતિના બોર્ડની બેઠકમાં લીલીઝંડી

રાજકોટ તા. ૧૦ : નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની બોર્ડ મિટીંગ યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓના સવાંર્ગી વિકાસ માટેના અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચી જાગે અને કારકિર્દિ ઘડતર થાય તે માટેના પ્રયત્નો હાથ ધરાશે.

આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું સમિતિની વોર્ડ મિટીંગમાં બાલ વૈજ્ઞાનિકને પ્રોત્સાહન માટે સ્ટેમ લેબ મટીરીયલ્સ (વિજ્ઞાનના પ્રયોગ સાધનો) ની વ્યવસ્થા, વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ પ્રોજેકટ, અંગ્રેજી માધ્યમ શાળામાં વિવિધ પ્રોજેકટ માટેની વ્યવસ્થા, શાળા નં. ૧૯ ના મકાન પાડીને નવુ બનાવવું તેમજ ત્યાંના મેદાનમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નિર્માણ, સરકારશ્રીએ કરેલ સભ્યશ્રીઓના માનદ્ વેતન વધારાને બહાલી, સત્રાંત પરીક્ષા-૧૯ના આયોજન તથા પ્રશ્નપત્ર છાપકામની કામગીરીને બહાલી, શાળા નં.-૬૪ ના મકાનમાં રીનોવેશનની કામગીરી, તેમજ શાળા નં.-૬ર, ૩પ,૮૮ ના ભાડુતી મકાન વિવિધ શૈક્ષણીક કાર્યના ઉપયોગમાં લેવા અંગે આ તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

આ બોર્ડ મિટીંગમાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સભ્ય કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા, જગદીશભાઇ ભોજાણી, ભાવેશભાઇ દેથરીયા, સંજયભાઇ હિરાણી, કિરણબેન માંકડીયા, અલ્કાબેન કામદાર, મુકેશભાઇ ચાવડા, રહિમભાઇ સોરા, ધિરજભાઇ મુંગરા, શરદભાઇ તલસાણીયા, ડો .રાજેન્દ્રભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહેલ.

(3:35 pm IST)