રાજકોટ
News of Thursday, 10th October 2019

રેવન્યુ સોફટવેર ફાઇલ નિકાલમાં રાજકોટ રાજય ભરમાં ટોપ ઉપરઃ દર મહિને ૧૦૦૦ અરજીનો નિકાલ

ઇશ્વરીયાપાર્કમાં હવે સુવિધાઓ વધશેઃ રામનાથ મહાદેવ મંદિર અંગે વિગતો જાણ્યા બાદ નિણર્ય... : ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઓનલાઇન એપ્લીકેશનમાં અપીલના કેસો સિવાય તમામ અરજીનો સમાવેશ : બીનખેતી ઓપન હાઉસ સફળ હવે અપીલ બોર્ડમાં પણ આમ જ કરાશેઃ સ્ટાફ પણ અન્ય કામો કરી શકશેઃ અરજદારોને ધકકા નહિ થાય : આજથી રાજકોટ જીલ્લાના તમામ તાલુકામાં સેવા સેતુ ૬૦૩ ગામો વચ્ચે ૯૪ કાર્યક્રમો :૫૭ જેટલી સેવા આવરી લેવાઇ

રાજકોટ તા. ૧૦ : રેવન્યુ સેકટરમાં એટલે કે કલેકટર, ડે.કલેકટર મામલતદાર કચેરીમાં આવતી અરજીઓના નિકાલમાં રાજકોટ જીલ્લો રાજયભરમાં પ્રથમ નંબરે હોવાનું ગઇકાલના મહોરલ સચિવના રીપોર્ટમાં જણાવાયાનું કલેકટરે આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું.

તેમણે જણાવેલ કે ફાઇલ નિકાલ અંગે ૪ ગ્રુપ બનાવાયા છે. A કેટેગરીમાં રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત, ગાંધીનગર છે. જયાં દરમિહને ૧ હજારથી વધુ અરજી હોય છે, તેવા જીલ્લામાં રાજકોટ ટોપ ઉપર છે, ટુંકમાં દરમહિને રાજકોટ જીલ્લો ૧ હજારથી વધુ અરજીઓનો નિકાલ કરી રહ્યો છે.

કલેકટરે જણાવેલ કે આમાં અપીલના કેસો સિવાય તમામ પ્રકારની રેવન્યુ કામગીરી જેવી કે બીનખેતી, પિમીયમ, વારસાઇ નોંધ વિગેરે આવી જાય છ.ે ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઓનલાઇનમાં રાજકોટ જીલ્લો ફાઇલ નિકાલમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાનું ગઇ કાલે ગાંધીનગર લેવલે નોંધવામાં આવ્યું છે.

રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર-પ કરોડની ગ્રાંટ ટુરીઝમ ખાતાને સોંપાઇ છે તેની કાર્યવાહી અંગે કલેકટરે જણાવ્યું હતું. કે હાલ આ કામગીરી પ્રવાસન વિભાગ સંભાળી રહ્યું છે.

આમ છતાં આ કેસમાં વિગતો જાણ્યા બાદ નિણર્ય લેવાશે, હાલ તો કામ કરતી એજન્સી -કોન્ટ્રાકટરને પણ બ્લેકલીસ્ટ કરાયા જ છ.ે

ઇશ્વરીયા પાર્ક અંગે તેમણે જણાવેલ કે, ત્યાંના ઉતરોતર નિકાલ અંગે પ્રેઝન્ટેશન બનાવાયું છે., ઇકો ફ્રેન્ડલી સુવિધા અંગે વિચારાઇ રહ્યું છે, એમ.પી.થ્રીએેટર, મેઇનટેનન્સ અંગે પણ વિચારાધીન છ.ે

હિરાસર એરપોર્ટ અંગે કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે, સુરેન્દ્રનગર જીલ્લાના જમીન સંપાદન, માપણી, વળતરના પ્રશ્નો છે તે અંગે આવતીકાલે સુરેન્દ્રનગર જીલ્લાના કલેકટરે-અધીકારીઓ સાથે બેઠક ો યોજી છ.ે

આજથી શરૂ થયેલા મહત્વના એવા સેવાસેતુ કાર્યક્રમ અંગે તેમણે જણાવેલ કે, આજથી રાજકોટ જીલ્લામાં ૬૦૩ ગામોને આવરી લેતા ૯૪ સેવા સેતુ કાર્યક્રમો થશે કુલ પ૭ સેવા આવરી લેવાઇ છે આ વખતે પ્રથમ વખત એપ્રેન્ટીસ જોબ અંગે પણ સેવા ઉમેરાઇ છે.

આધારકાર્ડ, આધારકાર્ડ-બેન્ક એકાઉન્ટ લીન્ક અપ, રેશનીંગ કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર, વીજ જોડાણ, પશુપાલન, તમામ પ્રકારના દાખલા સહિત કુલ પ૭ જેટલી સેવાઓ આ સેવા સેતુ કાર્યક્રમમાં આવરી લેવાઇ છે.

(3:35 pm IST)