રાજકોટ
News of Thursday, 10th October 2019

રત્નદીપ સોસાયટીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો કરમણ મુંધવા પકડાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી રવિમોહન સૈની, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન કેઠળ પીએસઆઇ યુ.બી. જોગરાણા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, બીપીનદાન, જોષી, મેવાડા, જયંતીભાઇ, કરણભાઇ તથા સંજયભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ. જે.પી. મેવાડા અને કરણભાઇને મળેલી બાતમીના આધારે પેકડ રોડ રત્નદીપ સોસાયટી શેરી નં. ૧માં દરોડો પાડી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા કરમણ ગેલાભાઇ મુંધવા (ઉ.વ.૩૩) (રહે. રત્નદીપ સોસાયટી શેરી નં.૧) ને પકડી લઇ રૂ. ર૪૦૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:34 pm IST)