રાજકોટ
News of Thursday, 10th October 2019

શનિવારે માર્ગી સાધુ સમાજના રાસોત્સવ

રામદુત યુવક મંડળ દ્વારા બાયબાય નવરાત્રીઃ પૂનમ ગોંડલીયા, તુલસીબેન કાપડી, શ્રુતી દુધરેજીયા સહિતના કલાકારો ખેલૈયાઓમાં જોમ ચડાવશે

રાજકોટ,તા.૧૦: શ્રી રામદૂત યુવક મંડળ દ્વારા માર્ગીસાધુ સમાજ માટે એક દિવસીય (બાય- બાય નવરાત્રિ) ભવ્ય રાસોત્સવનું આયોજન તા.૧૨ શનિવારના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે થયું છે.

આ રાસોત્સવમાં પુનમ ગોંડલિયા, તુલસીબેન કાપડી, શ્રુતિ દુધરેજીયા, જીજ્ઞાબેન કાપડી, હિરેનભાઈ દુધરેજીયા, જયદિપભાઈ ગોંડલિયા, કરીશ્માબેન દેશાણી, નીતાબેન કાપડી સહિતના કલાકારો ખેલૈયાઓમાં જોમ ચડાવશે.

આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય શ્રી નિતીનભાઈ  ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી)ના હસ્તે થશે.

માર્ગી સાધુ સમાજના તમામ શાખાઓના મહંતશ્રીઓ તથા તમામ મંડળના આગેવાનો પ્રમુખશ્રીઓ તથા તમામ માર્ગી સાધુ- સંતો મહંતોનો સહકાર મળી રહયાનું યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રામદુત યુવક મંડળના રાજેશભાઈ દેશાણી, હરેશભાઈ ગોંડલિયા, લાલદાસભાઈ કાપડી, વિજયભાઈ કાપડી, રાજેશભાઈ કાપડી, વિજયભાઈ ગોંડલિયા, ઘનશ્યામભાઈ ગોંડલિયા, બાલકદાસભાઈ સરપદડિયા, રાજેન્દ્રભાઈ ગોંડલિયા, સંજયભાઈ કાપડી, ચેતનભાઈ દેવમોરારી, ભાવેશભાઈ દાણીધારીયા અને ભુપેન્દ્રભાઈ સરપદડીયા (થાણા ગાલોલ) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(3:25 pm IST)