રાજકોટ
News of Thursday, 10th October 2019

દિવ્યાંગ બાળકોએ માણ્યો રાસોત્સવ : હોંશભેર રાસે રમ્યા

રાજકોટ : દશેરાના પર્વે હિલિંગ હેન્ડસ મલ્ટી સ્પેશ્યાલીટી ફિઝીયોથેરાપી કિલનીકના ઉપક્રમે રોટરી ગ્રેટર ભવન ખાતે અનેરો રાસોત્સવ યોજાયો હતો. જેના મુખ્ય અતિથિ બન્યા હતા ૧૦૦ થી વધુ સ્પેશ્યલ ચાઇલ્ડસ ! સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમની અસર ધરાવતા દિવ્યાંગ બાળકોએ હોંશે હોંશે રાસોત્સવમાં ભાગ લીધો હતો. આવુ આયોજન કરી સમાજ માટે દાખલો બેસાડનાર આન્વીક્ષીકી હેલ્થકેર અંતર્ગત કાર્યકર હિલિંગ હેન્ડસ મલ્ટી સ્પેશ્યાલીટી કિલનીકના સંચાલક ડો. ફલક ત્રિપાઠી અને જૈનીશ ત્રિપાઠીએ જણાવેલ કે કોઇપણ બાળકનું બાળપણ હાસ્ય રસની છોળોથી ઉલ્લાસીત રહે તે માટે સમાજે પ્રયત્નો કરવા જોઇએ. એમાય જો બાળક સ્પેશ્યલ ચાઇલ્ડ હોય તો તેમને ખુશ રાવા સમાજે કોઇ કસર ન રાખવી જોઇએ. બસ આવા જ વિચારોથી આ રાસોત્સવ ગોઠવવામાં આવ્યો. આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર રોટરી કલબ અને સિમરન એન્ટરપ્રાઇજનો આભાર વ્યકત કરાયો હતો. કાર્યક્રમના અંતે બાળકોને ભાવતા ભોજન કરાવી ભેંટ આપી સન્માનિત કરાયા હતા. ૧ સુર્યોદય સોસાયટી, કાલાવડ રોડ ખાતે કાર્યરત 'હિલીંગ હેન્ડસ મલ્ટી સ્પેશ્યાલીટી કિલનીક' (મો.૭૪૯૦૦ ૨૮૯૭૮)  દ્વારા થઇ રહેલ આવી સરાહનીય પ્રવૃત્તિને સૌએ બીરદાવી હતી.

(3:24 pm IST)