રાજકોટ
News of Thursday, 10th October 2019

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રવિવારે બાય-બાય નવરાત્રી શરદોત્સવ

પારિવારિક માહોલમાં રમાશે ગરબા : ગાયક મોન્ટુ મહારાજ અને જલ્પા હરસોડા ખેલૈયાઓને ડોલાવશે : વિવિધ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા : ૧૦૦થી વધુ ઈનામો : કશ્યપ શુકલ - દર્શિત જાની

રાજકોટ, તા. ૧૦ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટ દ્વારા તા. ૧૨ને શનિવારના રોજ બાલભવન, રેસકોર્ષ ખાતે બાય-બાય નવરાત્રી - ૨૦૧૯ (શરદોત્સવ) નું ધમાકેદાર આયોજન થવા જઈ રહ્યું છે. છેલ્લા દસ વર્ષથી પારિવારિક માહોલમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ પરિવારો માટેનું બેનમુન આયોજન કરવામાં આવે છે.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટના અગ્રણી શ્રી કશ્યપ શુકલ આ આયોજન અંગે જણાવે છે કે બ્રહ્મ સમાજના ગરબા અતિ આધૂનિક અને વર્તમાન ટ્રેડીશન પ્રમાણે રમાડવામાં આવશે. જેમાં વિવિધ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા રમાશે. જેમાં જુનિયર, સિનિયર અને વડીલો માટેનું ગ્રુપ જેવા ત્રણ ગ્રુપમાં સ્પર્ધા રમાશે, સ્પર્ધકોને ૧૦૦ થી વધુ આકર્ષક ઈનામોથી પુરસ્કૃત કરવામાં આવશે. સ્વાદપ્રેમીઓ માટે મેનુ રાત્રી ભોજન રાખવામાં આવેલ છે.

આ આયોજન અંગે માહિતી આપતા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટના પ્રમુખશ્રી દર્શિત જાની જણાવે છે કે આ વર્ષે ઉમદા સિંગરોની ટીમ જેમાં મોન્ટુ મહારાજ અને જલ્પા હરસોડા જેવા ગરબા માટેના ખૂબ જ ખ્યાતનામ કલાકારોની ટીમ સામેલ છે. સમાજના દરેક લોકોએ આ રાસ ગરબામાં જોડાવવા માટે આમંત્રણ અપાયુ છે.

આગામી તા. ૧૨ને શનિવારના આ ભવ્ય આયોજનમાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભવો ઉપસ્થિત રહી બ્રહ્મ પરિવારોને તથા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરશે. જેમાં બ્રહ્મ અગ્રણી તથા પ્રખર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજ, પૂર્વમંત્રીશ્રી મનસુખભાઈ જોષી, ગુજરાતી ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નિતિનભાઈ ભારદ્વાજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી કમલશેભાઈ જોશીપુરા, પૂર્વ મેયર શ્રીમતિ ભાવનાબેન જોષીપુરા, પૂર્વમેયરશ્રી જૈમનભાઈ ઉપાધ્યાય, જયમીન ઠાકર, રૂપાબેન શિલુ તથા ઉધોગ જગતમાંથી શ્રી મનિષભાઈ મદેકા, શ્રી સુરેશભાઈ નંદવાણા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી મૌલેશભાઈ ઉકાણી, શ્રી નિતૃભાઈ ઠકકર, શ્રી નિતિનભાઈ કામદાર વગેરે તેમજ તબીબી જગતમાંથી ડો. અતુલ પંડયા, ડો. દર્શના પંડયા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. બકુલ વ્યાસ, ડો, તત્સ જોષી, ડો. એન. ડી. શીલુ, ડો. તેજસ પંડયા, ડો. માધવ ઉપાધ્યાય તેમજ શિક્ષણ જગતમાંથી હેલીબેન ત્રિવેદી, જતીનભાઈ ભરાડ, પુષ્કરભાઈ રાવલ, રાજુભાઈ ભટ્ટ, નિરેનભાઈ જાની અને વિવિધ તળગોળમાંથી જે. પી. ત્રિવેદી, બંકીમ મહેતા, સંજય દવે, નયનભાઈ પાનેરી, શિરિશ ભટ્ટ વગેરે ઉપરાંત રાજકોટ બ્રહ્મ પરિવારો ઉપસ્થિત રહી શરદોત્સવનો આનંદ માણશે.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટના અગ્રણી તથા કાર્યક્રમના સંયોજકશ્રી કશ્યપ શુકલ અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટના પ્રમુખશ્રી દર્શિત જાનીની આગેવાની હેઠળ મહામંત્રીશ્રી કમલેશ ત્રિવેદી, દિપક પંડયા, જનાર્દન આચાર્ય, જીજ્ઞેશ ઉપાધ્યાય, નલીન જોશી, અતુલ વ્યાસ, દક્ષેશ પંડયા, પ્રશાંત જોશી, જયેશ જાની, નિલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ભાવનાબેન જોશી, શોભનાબેન પંડયા વગેરે આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:22 pm IST)