રાજકોટ
News of Thursday, 10th October 2019

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર 24 હજાર ગુણીની આવક :

રાજકોટ : રાજ્યમાં પડેલા સારા વરસાદના કારણે રાજકોટના માર્કેટ યાર્ડમાં મગફળીની ભરપૂર આવક થઈ રહી છે. ગઈકાલે 24 હજાર ગુણીની આવક થઈ છે. બુધવારે મગફળીનો 1 હજાર 500 રૂપિયા મહત્તમ ભાવ હતો. જ્યારે મંગળવારના રોજ મહત્તમ ભાવ 1 હજાર 600 રૂપિયા જેટલો હતો,

  ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પલળેલી મગફળીના ઓછા રૂપિયા ઉપજી રહ્યા છે. ખેડૂતો અત્યારે ટેકાના ભાવ કરતા પણ ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે.

(12:22 pm IST)