સોલાર રૂફ ટોપ : યોજનાને સમયસર પૂર્ણ કરવા પીજીવીસીએલના એમડીની તાકીદઃ સંખ્યાબંધ પ્રશ્નોની પણ રજુઆત
પીજીવીસીએલના એમડીશ્રી એન શ્વેતા તેઓટીયાએ સોલર રૂફ ટોપ અંગે મીટીંગ યોજી હતી
રાજકોટ,તા.૧૦: પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસ ખાતે સરકારની લોકોની ઉપયોગી એવી સુર્ય ગુજરાત સોલાર રૂફટોપ રહેણાંક હેતુ માટેની યોજનાની એજન્સીના પ્રતિનિધિઓ સાથે યોજનાના ઝડપી અમલીકરણ માટે મેનેજીંગ ડાયરેકટર મેડમ સ્વેતા ટીઓટીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજવામાં આવેલ તેમાં તેમણે આ યોજનાને સમયસર પૂર્ણ કરવા અંગે તાકીદ કરેલ, તેમજ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી માર્ગદર્શન આપેલ એજન્સી પ્રતિનિધિઓની રજુઆત અંગે યોગ્ય કરવા જણાવેલ. આ મીટીંગમા રાજકોટ જીલ્લાની ૫૨ જેટલી એજન્સીના પ્રતિનિધિઓએ હાજરી આપેલ.
ઉપરોકત મીટીંગમાં પીજીવીસીએલના મુખ્ય ઇજનેર (ટેક) શ્રી જે જે ગાંધી વિશેષ મુખ્ય ઇજનેર (આરએન્ડસી) શ્રી એન ડી ધામેલીયા તેમજ અન્ય અધિકારીઓ હાજર રહેલ હતા.