રાજકોટ
News of Thursday, 10th October 2019

રાજકોટ એસટી સ્ટેન્ડમાં પડાયેલા ખાડાઓને કારણે એસટી બસ જ ફસાઈ : મુસાફરો હેરાન

અમદાવાદ ડિવિઝનની એસટી બસ કલાકો સુધી ફસાઈ પડી

રાજકોટ : વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજય સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ ખાડાઓના કારણે સામાન્ય લોકો તો હેરાન થાય જ છે પરંતુ સરકારી વાહનોને પણ પારાવાર નુકસાન થયા છે. રાજકોટ એસટી સ્ટેન્ડમાં પડાયેલા ખાડાઓને કારણે એસટી બસ જ ફસાઈ ગઈ હતી. વોલ્વો બસ ફસાતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. અમદાવાદ ડિવિઝનની એસટી બસ ફસાઈ હતી. કલાકો વિત્યા હોવા છતાં બસને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.

(2:05 pm IST)