રાજકોટ
News of Tuesday, 10th September 2019

'' રાજકોટકા મહારાજા''ની મહાઆરતીનો લાભ લેતો ભારદ્વાજ પરિવાર

રાજકોટ : ''રાજકોટ કા મહારાજા'' ગણેશ મહોત્સવમાં રવિવારે મહાઆરતીમાં ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી અને બ્રહ્મયુવાનોના માર્ગદર્શક નિતીનભાઇ ભારદ્વાજ તથા શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવ સેવા સમિતી આયોજીત આ મહોત્સવમાં ડો. ભાસ્કરભાઇ ભટ્ટ પરિવાર, નિરાલીબેન શુકલ (પી.એસ.આઇ), ધર્મિષ્ઠાબેન ધાંધલીયા (પી.એસ.આઇ), હાટકેશ સ્ટુડીયોવાળા દેવર્શી પાઠક, બ્રહ્મઉપયોગ મિતુલ રાવલ, બ્રહ્મ ઉદ્યોગપતિ વિરલભાઇ જોષી પરિવાર, વોર્ડ નં.૧ ના કોર્પોરેટર અજંનાબેન મોરજરીયા પરિવાર, યુવા ભાજપ વોર્ડ નં.૧ ના હિતેશભાઇ મારૂ, જયપાલસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા. રક્ષાબેન ત્રિવેદી, અલ્કાબેન કામદાર, કિરણબેન માકડીયા, વંદનાબેન સોની, ચાંદનીબેન વેકરીયા, દીપાબેન મલકાન, રીટાબેન સખીયા, મોહીતભાઇ મહેતા, મનોજભાઇ મહેતા, મોનીકા મહેતા, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, મિહીરભાઇ જાની, શીતલબેન જાની, માહિમા જાની, કેયુર મહેતા, રવિ ભટ્ટ, અમિત મહેતા, અમીત કોઠારી, કેતનભાઇ બોરીસાગર, દિવ્યેશ જોષી (ભાણીન્, દિવ્યરાજસિંહ ઝાલા, સંદીપ પંડયા, શ્રૃતિબેન પંડયા, સુમનભાઇ ત્રિવેદી, અનિલભાઇ ત્રિવેદી, શિરીષભાઇ વ્યાસ, નેહલબેન ત્રિવેદી, રક્ષાબેન ત્રિવેદી, પલ્લવીબેન વ્યાસ, વિધી ત્રિવેદી, જીજ્ઞેશ ત્રિવેદી, પુનમબેન પંડયા, કીર્તીબેન દવે, ભાર્ગવીબેન ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર લીનાબેન રાવલ, રાજુભાઇ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. યાજ્ઞીક રોડ ખાતે આયોજીત આ ગણેશોત્સવમાં બાળકો માટેની ' વેશ ભુષા' સ્પર્ધામાં ભારી ઉત્સાહ તથા થનગનાટ સાથે હોંશભેર બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ સાત ક્રમે આદિત્ય ભટ્ટ, દેવાંશ ત્રિવેદી, તન્મયા ઉપાધ્યાય, જીયા ત્રિવેદી, વિક્રાંત ત્રિવેદી, નિત્યા જાની, જય ત્રિવેદી મોખરે રહ્યા હતા.તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું .

(3:33 pm IST)