રાજકોટ
News of Monday, 10th September 2018

કાલે રામદેવબાબા પ્રાગટય ઉત્‍સવ

આજી નદીના કાંઠે ધ્‍વજારોહણ, આરતી, થાળ અને રાત્રે સંતવાણી : ધર્મપ્રેમીજનોએ પધારવા મહંતશ્રી માલાદાસબાપુનો અનુરોધ

રાજકોટ તા. ૧૦ : કાલે ભાદરવી બીજ નિમિતે આજીનદીકાંઠે બેડીનાકા બહાર શ્રી રામદેવબાબા પ્રગટ દિન નિમિતે મહોત્‍સવનું આયોજન થયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા મહંતશ્રી માલાદાસબાપુ ગુરૂશ્રી પૂર્ણદાસબાપુએ જણાવેલ કે કાલે તા. ૧૧ ના મંગવારે સવારે ૧૧.૪૫ કલાકે ીમતીબેન કોમલબેન અજયભાઇ ઝાલાના હસ્‍તે ધ્‍વજા રોહણ થશે. શાષાી તરીકે સાગરભાઇ દવે વિધીવિધાન કરાવશે.

બપોરે ૧૨ વાગ્‍યે આરતી અને ૧૨.૪૫ વાગ્‍યે થાળ ધરાવાશે. સવારે૧૧.૩૫ કલાકથી બાળકો અને સંતો ભકતો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા કરાઇ છે. રાત્રે ૯.૩૦ વાગ્‍યે સંતવાણી રાખેલ છે. જેમાં નામી અનામી કલાકારો ભાગ લેશે. સિધ્‍ધેશ્વર મહીલા ધૂન મંડળના શારદાબેન દીવાળીબેન ધૂન કરાવશે.

આ પ્રસંગે મહંતશ્રી પૂ. ગુરૂજી મામાજી તથા સદ્દગુરૂ સત્તમાતાજી ગુરૂદત્ત ગીરનારી આશ્રમ, મહંતશ્રી અવધૂતબાપુ મહારાજ ગુણેશ્વર મહાદેવ મંદિર, મહંતશ્રી સુરેશભગત નવા રામદેવળા ઢોલરા, મહંતશ્રી કનુભગત રાણીમા રૂડીમા નકલંક મંદિર ઉપસ્‍થિત રહેશે. પ્રમુખ સ્‍થાને માર્કેટીંગ યાર્ડના વલ્લભભાઇ પટેલ અને અતિથિ વિશેષ તરીકે જય ખોડીયારવાળા લાખાભાઇ પટેલ ઉપસ્‍થિત રહેશે.

ધર્મપ્રેમીજનોએ આ ધર્મોત્‍સવમાં પધારવા મહંત શ્રી માલાદાસબાપુ (મો.૯૯૭૯૦ ૮૪૧૩૯) એ જાહેર અનુરોધ કરેલ છે.

તસ્‍વીરમાં શ્રી માલાદાસબાપુ અને બાજુમાં સેવકગણના જયેશ ઉકેડીયા, ભરતભાઇ, દિનેશભાઇ ઝાલા, કાળુભાઇ, ઇચ્‍છાબેન વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(5:40 pm IST)