રાજકોટ
News of Monday, 10th September 2018

'તંદુરસ્ત ખોરાક તંદુરસ્ત આરોગ્ય': રોટરી કલબ દ્વારા ૧૪મીએ નિબંધ સ્પર્ધા

રાજકોટ તા.૧૦: રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર વિદ્યાનગરમેઇન રોડ ખાતે તા. ૧૪ના નિબંધ સ્પર્ધા ''તંદુરસ્ત ખોરાક, તંદુરસ્ત આરોગ્ય'' વિષય પર રાખવામાં આવેલ છે. સ્પર્ધકો ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષાઓમાં લખી શકશે. ઉંમરને ધ્યાનમાં રાખી ૬ થી ૧૫ વર્ષ અને ૧૫ વર્ષ કે તેથી વધુ એમ બે વિભાગમાં સ્પર્ધા રાખવામાં આવેલ છે. બંને વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતાઓને આકર્ષક ઇનામો આપી સન્માનીત કરી દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્પર્ધામાં કોઇપણ વ્યકિત વિનામુલ્યે ભાગ લઇ શકશે.

સ્પર્ધાનો સમય સાંજે ૪ કલાકે રાખવામાં આવેલ છે. આ સ્પર્ધાના મુખ્ય મહેમાનો તરીકે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખ યશ રાઠોડ અને સેક્રેટરી રવિ છોટાઇ હાજરી આપશે. સમગ્ર સ્પર્ધાને સફળતાપુર્વક પાર પાડવા પરીક્ષિત પુજારા, જય હાંસલપરા, ભાવિન સરવૈયા, પ્રેમ કોઠારીયા તથા સહાયકો તરીકે જૈમિન નથવાણી, ક્રિષ્ના ટાંક, નમ્રતા ચોૈહાણ, શૈલી કામદાર જહેમત ઉઠાવી રહયા છે. ભાગ લેવા ઇચ્છતી વ્યકિતએ મીનું જસદણવાલા (મો. ૯૨૨૮૧ ૯૧૯૧૯) નો સંપર્ક કરવા જણાવાયું છે.

(4:20 pm IST)