રાજકોટ
News of Monday, 10th September 2018

હોકી સ્પર્ધામાં મોદી સ્કુલ ઝળકી

 યુવક સેવા તથા સાંસ્કૃતિક વિભાગ તથા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા જવાહરલાલ નેહરૂ - અન્ડર ૧પ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. તેમાં વી.જે. મોદી સ્કુલ ધો.૬ થી ૮માં અભ્યાસ કરતા જાડેજા શિવરાજ, રાણપરા જય, ઠાકર વંશ, ભાલોડીયા હર્ષ, મકવાણા ઉદય, જેસ્વાલ વિનિત, જાની વિરાજ, જાડેજા મહાવીર, શિયાળીયા સિધ્ધાર્થ, જાડેજા પરિક્ષીત, વાઢેર અક્ષત, મારૂ યશ, લિંબાસીય કાવ્ય, ડાંગર નયનની ટીમે હોકી સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજયકક્ષાએ પસંદગી પામેલ છે. આ ટીમને હોકી કોચ નિકિતાબેને તૈયારી કરાવી હતી.

(9:27 am IST)