રાજકોટ
News of Wednesday, 10th August 2022

વણઝારા પરિવારના કુળદેવીનો મંગલ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

કાલે ચંડીપાઠ, શુક્રવારે નવચંડી હોમ - પ્રતિષ્‍ઠા

રાજકોટ : વણઝારા પરિવારના કુળદેવી શ્રી સુંધા ચામુંડા માતાજી તથા શ્રી મહાકાળી માતાજીનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાનાર છે. મઢ સ્‍થાનક મહાકાળી કૃપા, ૩-૪ નવલનગર, મવડી રોડ, ભારત પેટ્રોલ પંપ સામે છે. કાલે તા. ૧૧ સાંજે પ વાગ્‍યે ટી. એફ. પ શ્‍યામ કોમ્‍પલેક્ષ, સ્‍વામિનારાયણ ચોક, પી. ડી. માલવિયા કોલેજ પાછળ ચંડીપાઠ સહિતની ધાર્મિક વિધી રાખેલ છે. બીજા દિવસે તા. ૧ર મીએ શુક્રવારે સવારે ૮ વાગ્‍યે મંગલ સામૈયા થશે. નવચંડી યજ્ઞ અને પ્રતિષ્‍ઠાવિધી ૯ વાગ્‍યાથી શરૂ થશે. બીડુ હોમવાનો સમય સાંજે ૪ વાગ્‍યાનો છે તેમ વણઝારા પરિવારની (મો. ૯૯ર૪ર ૮૮૮૦૧) યાદી જણાવે છે. 

(4:49 pm IST)